રવિવાર, 12 જુલાઈના રોજ પાર્થ સમથાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્થ સિરિયલ ‘કસૌટી જિંદગી કે’નું શૂટિંગ કરતો હતો ત્યારે સેટ પર 30 સભ્યો હતાં. ત્રણ દિવસ સુધી શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે, બીજીવાર શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્થ હાલમાં શૂટિંગ કરી શકશે નહીં અને તેથી જ સ્ટોરીલાઈનમાં એ પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. સિરિયલના સેટ પર બીજા ચાર લોકોના ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતાં, જેમાં બે સિક્યોરિટી ગાર્ડ, એક ઓફિસ મેન તથા એક સ્પોટબોયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ માહિતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ બી એન તિવારીએ આપી હતી.
View this post on InstagramA post shared by Parth Samthaan (@the_parthsamthaan) on Jul 12, 2020 at 4:27am PDT
કોણ-કોણ શૂટિંગ કરશે?
શોની લીડ એક્ટ્રેસ એરિકા ફર્નાન્ડિઝ તથા કોમોલિકા બનતી આમના શરીફ હાલમાં આઈસોલેટ છે. આથી હવે મેકર્સ પૂજા બેનર્જી તથા શુભાવી ચોક્સે સાથે શૂટિંગ કરશે. સિરિયલમાં પૂજા બેનર્જી એક્ટર પાર્થ સમથાનની બહેનની ભૂમિકામાં તથા શુભાવી માતાના રોલમાં જોવા મળે છે. આમના શરીફના સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેથી જ તે 14 દિવસ ક્વૉરન્ટીન છે.
વાર્તા કેવી રીતે આગળ લઈ જવામાં આવશે?
સરકારી ગાઈડલાઈન પ્રમાણે 24 જૂનના રોજથી સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પાર્થના હિસ્સાનું શૂટિંગ મોટાભાગનું થઈ ગયું છે. હવે એરિકા તથા આમના સેલ્ફ આઈસોલેશનમાં હોવાથી થોડો સમય સેટ પર આવી શકશે નહીં. આથી જ મેકર્સ મિસ્ટર બજાજ એટલે કે કરણ પટેલના રોલ પર ફોકસ કરશે.
પાર્થ સમથાન શોમાંથી બ્રેક લેવા ઈચ્છતો હતો
ભાસ્કર સાથેની વાતચીતમાં શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોએ કહ્યું હતું કે પાર્થ અંગત જીવનને કારણે મુશ્કેલીમાં હતો અને તેથી જ તે કરિયરમાંથી બ્રેક લેવા ઈચ્છતો હતો. તેણે મેકર્સને પણ આ અંગે વાત કરી હતી. અલબત્ત, અંતિમ નિર્ણય એકતા કપૂરે લેવાનો હતો. આ સમાચારની વચ્ચે જ પાર્થનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. નવા એપિસોડનું પ્રસારણ 13 જુલાઈથી શરૂ થઈ ગયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZChgl6
https://ift.tt/392f6OI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!