Monday, July 13, 2020

કેન્સર સામે લડી રહેલ એક્ટર મોડલ દિવ્યા ચોક્સીનું નિધન, અંતિમ શબ્દો હતા- હું મૃત્યુ શય્યા પર છું, પ્લીઝ કોઈ સવાલ ન પૂછતા

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે 2020 ઘણું ખરાબ પસાર થઇ રહ્યું છે. મોટા-મોટા એક્ટર્સ બાદ હવે સિંગર, મોડલ અને એક્ટ્રેસ દિવ્યા ચોક્સીનું નિધન થયું છે. તે ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. દિવ્યાની કઝીન સૌમ્યા અમીશ વર્માએ તેની ફેસબુક પોસ્ટ મારફતે આ વાતની જાણકારી આપી છે. તે પહેલાં દિવ્યાએ પણ 18 કલાક અગાઉ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક મેસેજ લખ્યો હતો.

દિવ્યાના છેલ્લા શબ્દો
દિવ્યાએ તેની લાસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું, જે હું કહેવા ઈચ્છું છું તેના માટે શબ્દો પૂરતા નથી. ભલે ઘણા બધા શબ્દો હોય પણ ઓછા છે. મને ગાયબ થયાને મહિનાઓ થઇ ગયા અને મેસેજ ઘણા બધા છે. આ સમય છે કે હું તમને લોકોને જણાવું, હું મારી મૃત્યુ શય્યા પર છું. હા, આ આવું છે, હું સ્ટ્રોંગ છું. તે જીવન માટે જ્યાં સંઘર્ષ નથી. મહેરબાની કરીને કોઈ સવાલ ન કરતા. માત્ર ભગવાન જ જાણે છે કે તમે મારા માટે કેટલા મહત્ત્વના છો.

દિવ્યા 2011માં મિસ યુનિવર્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. 2016માં તેણે હૈ અપના દિલ તો આવારા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. 2018માં દિવ્યાએ પટિયાલે દી ક્વીન સાથે સિંગિંગ ડેબ્યુ કર્યું હતું. દિવ્યાના નિધનના સમાચાર સાંભળીને તેની સાથે કામ કરી ચૂકેલ એક્ટર્સે તેને શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં સાહિલ અહમદ, અંજુમ ફાકીહ, નિહારિકા રાયઝાદા વગેરે સામેલ છે.

દિવ્યા ભોપાલના વકીલ પરિવારમાંથી હતી. તેનું સ્કૂલિંગ ભોપાલમાં જ થયું હતું. ત્યાર બાદ ગ્રેજ્યુએશન માટે દિલ્હી ગઈ હતી. લંડનની બેડફોર્ડશાયર યુનિવર્સિટીમાંથી એક્ટિંગ કોર્સ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actor model singer Divvya Chouksey passed away on Sunday after battling with cancer from long


from Divya Bhaskar https://ift.tt/3fB8ERn
https://ift.tt/2DBXX2I

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...