Tuesday, July 14, 2020

પોસ્ટમાં અમિતાભ બચ્ચનને રેડિઅન્ટ લાઈફ કૅરના મેમ્બર કહ્યાં, કંપનીએ તથ્યો સાથે દાવાને નકારી કાઢ્યો

કોરોનાવાઈરસ પોઝિટિવ બાદ અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમના પરિવારના સભ્યો, કલીગ્સ તથા ચાહકો તેઓ જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. તો એક ભ્રામક પોસ્ટ પણ વ્હોટ્સએપ તથા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

શું છે વાઈરલ પોસ્ટ?
વાઈરલ પોસ્ટમાં લખવામાં આવ્યું છે, અમિતાભ તથા અભિષેક બચ્ચન બંનેમાં કોરોનાના લક્ષણો નથી અને તેમની તબિયત સારી છે. તેમની પાસે જુહૂમાં ત્રણ બંગલામાં છે અને કુલ 18 રૂમ છે. ત્યાં સુધી કે એક રૂમમાં મિની ICU છે અને 2 ડોક્ટર્સ 24 કલાક ત્યાં હાજર હોય છે. જોકે, અમિતાભ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા અને તેઓ પોતાની દરેક ટ્વીટમાં હોસ્પિટલ તથા ડોક્ટર્સનો આભાર માની રહ્યાં છે. તેમણે રેડિઅન્ટ ગ્રુપમાં રોકાણ કર્યું છે. આ ગ્રુપના તેઓ બોર્ડ મેમ્બર પણ છે. આ ગ્રુપ નાણાવટી હોસ્પિટલનું છે. આ હોસ્પિટલ મોટું બિલ બનાવે છે અને 10માંથી સાત વ્યક્તિને કોરોના પોઝિટિવ કહીને કારણ વગર લાંબા સમય સુધી હોસ્પિટલમાં એડમિટ રાખે છે. નાણાવટીની ઈમેજ સારી કરવા માટે બેસ્ટ સ્ક્રિપ્ટ તથા એક્ટિંગ.

રેડિઅન્ટ સામે આવીને આ દાવાઓનું ખંડન કર્યું

પોસ્ટ વાઈરલ થયા બાદ રેડિઅન્ડ લાઈફ કૅર પ્રાઈવેટ લિમિટેડે સ્પષ્ટતા આપી હતી. દિવ્ય ભાસ્કરને મોકલેલા ઓપન લેટરમાં કહ્યું હતું, હું સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનને લઈ ચાલતા વાઈરલ ન્યૂઝને લઈ તમારી સાથે સંપર્ક કરી રહ્યો છું. હાલમાં અમિતાભ Covid 19 પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.

વ્હોટ્સએપ મેસેજમાં ખોટો દાવો કરવામાં આવ્યો

  • અમિતાભ બચ્ચન રેડિઅન્ટ લાઈફ કૅર પ્રાઈવેટ લિમિટેડના બોર્ડ મેમ્બર છે
  • તેઓ અસિમ્પ્ટમૅટિક છે
  • તેમણે એક વીડિયોમાં નાણાવટી હોસ્પિટલના વખાણ કર્યાં

ત્યારબાદ રેડિઅન્ટ તરફથી આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું, આ દાવો ખોટો છે અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ રેડિઅન્ટ લાઈફ કૅરની ઓફિશિયલ વેબસાઈટ છે અને તેમાં તમામ બોર્ડ મેમ્બર્સના નામ સામેલ છે.
વેબ પોર્ટલ https://ift.tt/3iYDZzi પ્રમાણે, કંપનીના છ ડિરેક્ટર છે.

  1. સંજય ઓમ પ્રકાશ નાયર
  2. મહેન્દ્ર લોધા
  3. નારાયણ શેષાદ્રી
  4. અભય સોઈ
  5. પ્રશાંત કુમાર
  6. પ્રાચી સિંહ

( વેબસાઈટઃ https://ift.tt/1RR9kyA
https://ift.tt/2OoCMU0) DIN (07657048)ની સાથે રેડિઅન્ટમાં અમિતાભ બચ્ચનની કોઈ ડિરેક્ટરશિપ નથી.

ભ્રામક માહિતીઃ અમિતાભ બચ્ચનમાં લક્ષણો નથી
હકીકતઃ અમિતાભ બચ્ચનમાં સતત હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. તેઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે અને તમામ હોસ્પિટલના ડોક્ટર્સ એ વાત કહી ચૂક્યા છે કે 65 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં જો હળવા લક્ષણો પણ જોવા મળે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ.

ભ્રામક માહિતીઃ અમિતાભ બચ્ચને હોસ્પિટલને લઈ ટ્વીટ કરી
હકીકતઃ નાણાવટી હોસ્પિટલે 12 જુલાઈ, 2020ના રોજ સ્પષ્ટ રીતે એક નિવેદનમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે બચ્ચને દાખલ થયા બાદ એક પણ વીડિયો ટ્વીટ કર્યો નથી.

કંપની તરફથી અંતે કહેવામાં આવ્યું કે અમને આશા છે અને અમને વિશ્વાસ છે કે તમે તથ્યો સામે લાવશો અને ઓનલાઈન વિવાદમાં જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેની સત્ય હકીકત સામે લાવશો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the post, Amitabh Bachchan was called a member of Radiant Life Care, the company denied the claim with facts.


from Divya Bhaskar https://ift.tt/3ev90HE
https://ift.tt/3fs7APy

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...