Tuesday, July 14, 2020

પહેલાં જ સરકારી ગાઈડલાઈનને કારણે અમિતાભના શૂટિંગને લઈ સસ્પેન્સ હતું, હવે કોરોના પોઝિટિવ થતાં મુશ્કેલી વધી

રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 12’ પર પહેલેથી જ ઉંમર સંબંધીત સરકારી ગાઈડલાઈનને કારણે સંકટના વાદળ છવાયેલા હતાં. હવે હોસ્ટ અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શોના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે હવે આ શો થોડાંક મહિના મોડો શરૂ થઈ શકે છે. પહેલાં આ શો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે લોન્ચ કરવાનું આયોજન હતું.

મેકર્સ તથા ચેનલ અવઢવમાં
અમિતાભ કોવિડ 19 પોઝિટિવ થયા બાદ મેકર્સ તથા ચેનલ મુશ્કેલીમાં છે. સૂત્રોના મતે, સરકારી ગાઈડલાઈન પ્રમાણે 65 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના આર્ટીસ્ટ તથા ટેક્નિશિયન્સ સેટ પર આવવાની પરવાનગી નથી. આથી જ મેકર્સ એ વાતે અવઢવમાં હતાં કે 77 વર્ષીય અમિતાભ કેવી રીતે શૂટિંગ કરશે? જોકે, આશા હતી કે જેમ જેમ સમય પસાર થશે, તેમ તેમ ગાઈડલાઈનમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આ આશા સાથે જ શોને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવાનું આયોજન હતું. જોકે, અમિતાભ બચ્ચનને કોરોનાનો ચેપ લાગતા હવે શો મોડો શરૂ થશે. આથી જ હવે આ શોને થોડાંક મહિના પછી લોન્ચ કરવાની ચર્ચા થઈ રહી છે.

સ્પર્ધકોની પસંદગીમાં એક મહિનાનો સમય લાગી શકે છે
સૂત્રોના મતે, શો માટે સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા મે મહિનામાં શરૂ થઈ હતી. આ વખતે સિલેક્શન પ્રોસેસ પૂરી રીતે ઓનલાઈન છે અને આ વખતે ટીમ માટે આ સૌથી મોટો પડકાર છે. આ પ્રોસેસમાં વધુ સમય જઈ શકે છે, મેકર્સ સિલેક્શન પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય તેનું ધ્યાન રાખી રહ્યાં છે. આ પ્રક્રિયામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. આથી જ શોના શૂટિંગમાં હજી ઘણી જ વાર છે. પ્લાનિંગ પ્રમાણે બિગ બીએ કેમ્પેનનું શૂટિંગ ઘરેથી કરવાનું હતું પરંતુ હાલમાં તેઓ હોસ્પિટલ છે અને તે ક્યારે આ કેમ્પેન શૂટ કરશે તે ખ્યાલ નથી.

આ વખતે એપિસોડ્સ ઓછા હશે
ચર્ચા તો એવી પણ છે કે ગઈ સિઝન કરતાં આ નવી સિઝનમાં એપિસોડ્સ ઓછા હશે. લોકપ્રિયતાને કારણે અત્યાર સુધી આ શો ત્રણ મહિના ટીવી પર આવતો હતો. જોકે, આ વખતે શિડ્યૂઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ફોર્મેટ પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. આ જ કારણથી એપિસોડ્સની સંખ્યા ઓછી હોઈ શકે છે. અમિતાભ ઠીક થઈ જાય પછી આ અંગે ચર્ચા કરવામાં આવશે.

ચેનલ હોસ્ટ બદલવાના મૂડમાં નથી
સૂત્રોના મતે, ચેનલ તથા મેકર્સ હાલમાં નવા હોસ્ટની તરફેણમાં નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે અમિતાભ આ શો સાથે લાંબા સમયથી સંકળાયેલા છે. શોની અત્યાર સુધી 11 સિઝન આવી ચૂકી છે અને આમાંથી 10 સિઝન બિગ બીએ હોસ્ટ કરી છે. ત્રીજી સિઝનમાં શાહરુખ ખાન હોસ્ટ હતો અને આ સિઝન TRPમાં ઘણી જ પાછળ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan kbc 12 may be postponed for a few months due to actor corona positive


from Divya Bhaskar https://ift.tt/32h3Lc0
https://ift.tt/3fsynuR

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...