Friday, July 10, 2020

ગાડી પલટી, એન્કાઉન્ટર અને ગેંગસ્ટરનું મોત, સો.મીડિયા યુઝર્સે રોહિત શેટ્ટીને યાદ કરીને કહ્યું- ‘સિંઘમ’ સીરિઝની નવી સ્ક્રિપ્ટ મળી

કાનપુરના બિકરુ ગામમાં થયેલા હત્યાકાંડમાં આઠ પોલીસની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવાર (10 જુલાઈ)ના રોજ STF સાથેની અથડામણમાં માર્યો ગયો હતો. આ ઘટના બાદ ફિલ્મમેકર રોહિત શેટ્ટી ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો. યુઝર્સે અનેક પ્રકારના મીમ્સ શૅર કરીને કહ્યું હતું કે આ એન્કાઉન્ટર બાદ રોહિત શેટ્ટીને ‘સિંઘમ 3’ની સ્ક્રિપ્ટ મળી ગઈ છે. તો કેટલાંકે કહ્યું હતું કે આ વખતની સ્ક્રિપ્ટ તો રોહિત શેટ્ટીએ જ લખી છે.

કોપ ડ્રામા રોહિત શેટ્ટીનો ફેવરિટ ટૉપિક છે અને તે આના પર અત્યાર સુધીમાં ચાર ફિલ્મ બનાવી ચૂક્યા છે, જેમાં ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ થશે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં કાર ચેઝિંગ સીન અથવા કાર ઊંધી થઈ જાય તેવા સીન અચૂકથીહોય છે. વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં પોલીસની કાર પલટી ખાઈ ગઈ હતી અને આથી જ સોશિયલ મીડિયા યુઝર્સ આ એન્કાઉન્ટરને લઈ રોહિત શેટ્ટીને યાદ કરી રહ્યાં છે.

યુઝર્સે કહ્યું હતું કે યુપી પોલીસે ગાડી પલટાવવાની ટ્રેનિંગ રોહિત શેટ્ટી પાસેથી લીધી હતી. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘સિમ્બા’ કોપ ફિલ્મ હતી અને ફિલ્મમાં પોલીસે ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
vikas dubey encounter, sociel media users trend rohit shetty


from Divya Bhaskar https://ift.tt/2Zg3zbl
https://ift.tt/3emMwc0

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...