Sunday, July 19, 2020

રાધાકૃષ્ણ સિરિયલની રાધા ફેમ મલ્લિકા સિંહને શો નહીં છોડવો પડે, મેકર્સે છેલ્લે સુધી શોમાં રાખવાનું આશ્વાસન આપ્યું

છેલ્લા ઘણા દિવસોથી ટીવી એક્ટ્રેસ મલ્લિકા સિંહ રાધાકૃષ્ણ શો છોડવાની છે એવી ચર્ચા હતી. શોની નવી સ્ટોરીલાઇનનું ફોકસ કૃષ્ણ-અર્જુનની ગાથા પર છે અને શોમાં મલ્લિકા રાધાના કેરેક્ટરમાં છે જેને સાઈડલાઈન કરી દેવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું હતું. સમાચાર મુજબ, ધીરે- ધીરે મલ્લિકા શોમાંથી બહાર નીકળી જશે જોકે આ વાત સાચી નથી. એક્ટ્રેસે કહ્યું કે, મેકર્સે તેને આશ્વાસન આપ્યું છે કે જ્યાં સુધી શો ચાલશે ત્યાં સુધી તેનું કેરેક્ટર શોમાં દેખાશે.

હાલમાં જ દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીત દરમ્યાન મલ્લિકાએ તેની પ્રોફેશન લાઈફની અમુક વાતો શેર કરી. સાથે એવું પણ જણાવ્યું કે તેને લખવાનો શોખ છે અને આ લોકડાઉન પિરિયડમાં તેણે તેના ટેલેન્ટને એક્સપ્લોર કર્યું.

પહેલો દિવસ ઘણો ટફ હતો પણ હવે આપણે આની ટેવ પાડવાની રહેશે
લોકડાઉન બાદ ફરી શૂટ શરૂ કરવાની ખુશી તો ઘણી છે પણ ઘણી બધી વાતનું ધ્યાન રાખવું પડે છે. સાચું કહું તો આપણે ભલે ગમે એટલી સાવધાની કેમ ન રાખીએ પણ એક ડર તો રહે જ છે. અમારી ટીમ ઘણી મોટી છે, ઘણા લોકો અમારી આસપાસ હોય છે, દરેક પ્રકારની સાવધાની રાખવાના પ્રયત્ન કરીએ છીએ. અમારો મેકઅપ વધુ હોય છે આવામાં વારંવાર માસ્ક લગાવો પણ મુશ્કેલ છે. દરેક મિનિટે ટચ અપ કરવું પડે છે. હાથમાં અલ્તો લાગેલો હોય છે તો વારંવાર સેનિટાઇઝર યુઝ કરવું પણ શક્ય નથી. પહેલો દિવસ ઘણો અઘરો હતો પણ હવે અમારે આની ટેવ પાડવી જોશે.

રાધા આ સ્ટોરીનું મહત્ત્વપૂર્ણ કેરેક્ટર અને તે શોના અંત સુધી રહેશે
રાધા કૃષ્ણ સિરિયલમાં હવે કૃષ્ણ- અર્જુનની ગાથા દેખાડવામાં આવશે. ઘણા લોકો એવું વિચારી રહ્યા હતા કે હવે મારો રોલ પૂરો થઇ જશે અથવા મારું કેરેક્ટર સાઈડલાઈન થઇ જશે પણ આ વાત જરા પણ સાચી નથી. બસ લોકોએ ધારણાઓ કરી લીધી અને સાચું કહ્યું તો ત્યારબાદ હું પણ થોડી ચિંતિત થઇ ગઈ હતી. પછી મેં મેકર્સ સાથે આ બાબતે વાત કરી અને તેમણે મને આશ્વાસન આપ્યું કે મારો રોલ પૂરો નહીં થાય. તેમણે કહ્યું કે રાધાને આ સ્ટોરીમાંથી હટાવી ન શકીએ. રાધા આ સ્ટોરીનું મહત્ત્વનું કેરેક્ટર છે અને તે શોના અંત સુધી રહેશે. મારા માટે આ ખુશીની વાત હતી.

ડર હતો કે ક્યાંક મારો શો બંધ ન થઇ જાય
એક એક્ટરની જર્ની ઘણી અનિશ્ચિત હોય છે. હું સ્વીકારું છું કે આ લોકડાઉન પિરિયડમાં મને પણ આ વાતનો ડર હતો કે ક્યાંક મારો શો બંધ ન થઇ જાય અથવા મને શોમાંથી બહાર ન કરી દેવામાં આવે. કોરોના મહામારીએ આખી દુનિયાને હલાવી દીધી છે. અમારી ઇન્ડસ્ટ્રી પર ઘણી ખરાબ અસર થઇ છે. આ લોકડાઉન પિરિયડમાં મેં ખુદને મોટિવેટ રાખવા માટે ઘણું બધું કર્યું, ગિટાર શીખ્યું, હોર્સ રાઇડિંગ શીખ્યું જેથી આગળ મને તે મારા કરિયરમાં કામ લાગી શકે. ખુદને વધુ વ્યસ્ત રાખવાની અને કંઈક નવું શીખવાની ટ્રાય કરી.

મને લખવાથી ઘણી શાંતિ મળે છે
બે વર્ષથી હું લખું છું. સાચું કહું તો મને લખવું ઘણું ગમે છે. પહેલાં શૂટિંગના વ્યસ્ત શેડ્યુઅલને કારણે વધુ લખી શકતી ન હતી પરંતુ લોકડાઉનમાં મને મારું ટેલેન્ટ એક્સપ્લોર કરવાનો ઘણો સમય મળ્યો. ઘણી રાત મેં લખવામાં પસાર કરી, મને લખવાથી ઘણી શાંતિ મળે છે. ઘણીવાર એવું થાય છે કે તમે તમારા દિલની વાત કોઈને શેર કરી શકતા નથી, આવામાં વિચારોને લખી લેવાથી ઘણો ફાયદો થાય છે. હાલમાં જ મેં રાધા પર એક કવિતા લખી હતી જેને યોગ્ય સમયે ફેન્સ સાથે શેર કરીશ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Radha Aka Mallika Singh Of The Show 'Radhakrishna' Will Not Have To Leave The Show, The Makers Gave An Assurance To Be Together Till The Last


from Divya Bhaskar https://ift.tt/3jcCnlA
https://ift.tt/2CtTYox

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...