Monday, July 13, 2020

આઈસોલેશન વોર્ડમાં પણ બિગ બીએ બ્લોગ અપડેટ કરીને ચાહકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સ્થિર છે અને આઈસોલેશન વોર્ડમાં દાખલ હોવા છતાંય તેમનું ડેલી રૂટીન એમનું એમ જ છે. રોજની જેમ તેમણે પોતાના એક્સટેન્ડેડ ફેમિલી એટલે કે ચાહકો, કલીગ્સ, પત્રકારો તથા મિત્રોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને બ્લોગ અપડેટ કર્યો હતો. બિગ બીના સંપર્કમાં 54 લોકો આવ્યા હતાં અને તેમાંથી 26નો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ 26નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમિતાભનો રવિવાર (12 જુલાઈ)ના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ આજે (13 જુલાઈ)એ આવશે.

રવિવાર રાત્રે તેમણે બ્લોગમાં લખ્યું હતું, બર્થડે, મનોજ કુમાર ઓઝા, તરન ઘંટાસલા, સોમવાર, 13 જુલાઈ. બંનેને જન્મદિવસની શુભેચ્છા. હંમેશાં તમે ખુશ રહો.

આ સાથે જ બિગ બીએ ચાહકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું, ‘મારા પ્રિય ચાહકો, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા તથા મારા માટે તમને ચિંતા, પ્રાર્થના તથા ઝડપથી સાજા થવા માટે જે શુભેચ્છા વ્યક્ત કરી તે માટે તમારો આભાર.’ અમિતાભે આ વાત તેમના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી.

અમિતાભ-અભિષેક અલગ-અલગ રૂમમાં દાખલ
નાણાવટી હોસ્પિટલે કહ્યું હતું કે અમિતાભ તથા અભિષેક બંનેની સ્થિતિ સ્થિર છે. બંને આઈસોલેશન વોર્ડમાં અલગ-અલગ રૂમમાં છે. બંનેમાં હળવા લક્ષણો છે. અમિતાભની જૂની બીમારીઓને ધ્યાનમાં લઈને ડોક્ટર્સ કોરોનાની સારવાર કરી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan second day in hospital Daily Routine in the Isolation Ward, Blog Update and Happy Birthday to Fans


from Divya Bhaskar https://ift.tt/2ZpVu3X
https://ift.tt/2Wd9nQS

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...