કોરોનાકાળમાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડેઇલી વેજીસ વર્કર્સની મદદ માટે આગળ આવી રહી છે. તાજેતરમાં મળતી જાણકારી અનુસાર, અંધાધૂન, જોની ગદ્દાર, બદલાપુર જેવી લોકપ્રિય ફિલ્મના મેકર્સે મોટો નિર્ણય લીધો છે. જ્યાં સુધી વેક્સીન ડેઈલી વેજીસ વર્કર્સ સુધી નથી પહોંચતી ત્યાં સુધી તેઓ શૂટિંગનું કામ શરૂ નહીં કરે. શ્રીરામ રાઘવન અને સંજય રાઉત્રેએ મળીને મેચબોક્સ ફિલ્મ્સ અંતર્ગત આ નિર્ણય લીધો છે.
દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં સંજય રાઉત્રેએ તેની પુષ્ટિ પણ કરી છે. તેમણા જણાવ્યા પ્રમાણે, અમે એવા લોકો નથી જે ફક્ત મોટા સ્ટાર્સની ચિંતા કરે છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે, ભલે મોંઘી કિંમતે વેક્સીન માત્ર સ્ટાર્સ માટે ઉપલબ્ધ થઈ જશે, તો તેઓ તરત જ શૂટિંગ શરૂ કરશે. આ વિચારસરણી યોગ્ય નથી. અમે નિર્ણય લીધો છે કે અમે ત્યારે જ શૂટિંગ શરૂ કરીશું જ્યારે વેક્સીન ડેઈલી વેજીસ વર્કર્સ અને સામાન્ય સ્ટાફને મળશે. તેના માટે ભલે છ મહિના અથવા એક વર્ષ સુધી રાહ જોવી પડે. અમારા માટે દરેકની જિંદગી મહત્ત્વની અને કિંમતી છે. અમે માત્ર અમારા ફાયદા માટે સાધનહિત લોકોની જિંદગીને જોખમમાં ન મૂકી શકીએ.
સ્ટાફને પગાર મળતો રહેશે
જ્યાં સુધી કામ બંધ રહેશે, ત્યાં સુધી અમે કર્મચારીઓને અમારી તરફથી પગાર આપતા રહીશું. આમારી ત્રણ ફ્લોરની ઓફિસ હતી. અમે બે ફ્લોર હટાવી દીધા છે. મકાન માલિકની તરફથી પણ મદદ મળી છે. અમુક હદ સુધી તેમને પણ ભાડામાં ઘટાડો કર્યો છે. બધા લોકો મળીને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. એકબીજાની મદદ કરી રહ્યા છીએ, પરંતુ કોઈનો જીવ જોખમમાં મૂકવા માટે કોઈ તૈયાર નથી'
વરુણ ધવનને લઈને બનાવશે વોર ફિલ્મ
સંજય વધુમાં જણાવે છે કે, શ્રીરામ રારાઘવન આમ પણ સંવેદનશીલ છે. છેલ્લા ચાર મહિનાથી સ્ક્રિપ્ટની એક લાઈન પણ લખી શક્યા નથી. કેમ કે, દેશ-દુનિયાની નેગેટિવિટી તેમને હેરાન કરી રહી છે. તેઓ કંઈપણ ક્રિએટિવ વિચારી નથી શકતા. આવી સ્થિતિમાં પુસ્તકો વાંચવામાં પોતાનું મન લગાવી રહ્યા છે. માર્ચ પહેલા કોઈક રીતે ફિલ્મનું રાઈટિંગ પૂર્ણ થઈ શક્યું હતુ. તેમાં વરુણ ધવને રસ દર્શાવ્યો હતો. ત્યારબાદ એટલે કે 11 માર્ચથી આગળ, રાઈટિંગનું કામ નથી થઈ શક્યું.
એડ ફિલ્મ કરવાની ના પાડી દીધી
અમે બંને અમારા નિર્ણય પર અડગ છીએ. અમે તાજેતરમાં જ મારુતિને એડ શૂટ કરવાની ના પાડી હતી, જ્યારે અમને તેમના માટે ચાલીસ જેટલી એડ શૂટ કરી છે. અમે સ્પષ્ટ કહ્યું કે જો સેટ પર કોઈની સાથે કંઈક થાય છે, તો તે ખોટું હશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OCXCin
https://ift.tt/39lTSvv
No comments:
Post a Comment
If you have any doubts please let me know!