સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો છે પરંતુ તેની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિ હજી પણ આ દુઃખમાંથી બહાર આવી શકી નથી. શ્વેતા સિંહ અવાર-નવાર સોશિયલ મીડિયામાં સુશાંત સાથે જોડાયેલી યાદો શૅર કરતી હોય છે. હાલમાં જ શ્વેતાએ સુશાંતનો એક વીડિયો શૅર કર્યો હતો.
વીડિયોમાં શું છે?
વીડિયોમાં સુશાંત ક્યારેક ગિટાર વગાડે છે તો ક્યારેક સ્કેચિંગ કરે છે, નિશાનેબાજી કરે છે, ગીતા સાંભળે છે, મોબાઈલમાં વીડિયો બનાવે છે, ડૉગી સાથે રમે છે, ક્રિકેટ રમે છે, પુસ્તક વાંચે છે, બાસ્કેટબોલ રમે છે, મોબાઈલમાં ગેમ રમે છે. પ્લેનમાં પાઈલટની બાજુમાં બેઠેલો જોવા મળે છે. આ ઉપરાંત તે દૂરબીનથી તારા જુએ છે, કાર ડ્રાઈવ કરે છે, મિત્રો સાથે મસ્તી કરે છે અને સૌથી છેલ્લે ગોવિંદાના ગીત પર ડાન્સ કરે છે.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 18, 2020 at 8:34pm PDT
વીડિયો શૅર કરીને શું કહ્યું?
વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, ‘મારો હંમેશાંનો સ્ટાર, એક દુઃખ એટલું અણમોલ અને નજીકનું છે કે તમે આના માટે વિશ્વમાં કોઈની સાથે ભાગીદારી કરવા ઈચ્છશો નહીં. એક ઘા એટલો ઊંડો છે, એટલો ગંભીર છે કે તમે ક્યારેય તેને કોઈની સાથે શૅર કરશો નહીં અને ના કરી શકશો.’
વીડિયોની શરૂઆતમાં લખેલું આવે છે, ‘ન્યૂરૉન્સ તથા વાર્તાઓની વચ્ચે ક્યાંકને ક્યાંક જન્મેલો હતો, સપના જોયા અને મરી ગયો. ત્યારબાદ સુશાંત સિંહ રાજપૂતનું નામ લખીને આવે છે. તો વીડિયોના બેકગ્રાઉન્ડમાં અમેરિકન સિંગર ડૉન મેક્લિનના 1971માં આવેલા આલ્બમ ‘અમેરિકન પાઈ’નું ગીત ‘સ્ટારી સ્ટારી’ સંભળાય છે.’
શ્વેતાએ સ્વામી વિવેકાનંદના વિચાર શૅર કર્યાં હતાં
આ પહેલાં શ્વેતાએ નમસ્તે કરતી એક તસવીર શૅર કરીને સ્વામી વિવેકાનંદના વિચાર શૅર કર્યાં હતાં. શ્વેતાએ લખ્યું હતું, ‘જો તમે કરી શકો છો તો મદદ કરો અને જો કંઈ જ ના કરી શકો એમ હોવ તો માત્ર હાથ જોડીને વસ્તુઓને જોતા રહો. જો તમે કોઈને સહાય કરી શકતા નથી તો ઈજા પણ ના પહોંચાડો - સ્વામી વિવેકાનંદ’
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 18, 2020 at 6:42am PDT
સુશાંતના અવસાનને એક મહિનો થતાં ઈમોશનલ નોટ શૅર કરી હતી
14 જુલાઈના રોજ સુશાંતના અવસાનને એક મહિનો થયો હતો ત્યારે શ્વેતાએ ભાઈ સાથેની એક તસવીર શૅર કરીને કહ્યું હતું, તું અમને છોડીને ગયો તેને એક મહિનો પસાર થઈ ગયો પરંતુ અમને આજે પણ તારી હાજરી અનુભવાય છે. લવ યુ ભાઈ. આશા છે કે તું અનંતકાળ સુધી હંમેશાં ખુશ રહીશ.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 14, 2020 at 10:03am PDT
ચાર જુલાઈના રોજ સુશાંતને યાદ કરીને આ પોસ્ટ શૅર કરી હતી
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Jul 4, 2020 at 8:22am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WB9vd9
https://ift.tt/2OFUQc8
No comments:
Post a Comment
If you have any doubts please let me know!