Tuesday, July 14, 2020

સુશાંતના ફેમિલી ફ્રેન્ડ નીલોત્પલે આદિત્ય ઠાકરે અને બીએમસી પાસે સુશાંતના ઘર પાસેના રોડને તેનું નામ આપવાની માગ કરી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના એક મહિના બાદ તેના એક ફેને બીએમસી ચીફ અને આદિત્ય ઠાકરેને અપીલ કરી છે કે બાંદ્રા રોડને સુશાંતનું નામ આપીને તેને હંમેશાં માટે મુંબઇનો હિસ્સો બનાવી દે. નીલોત્પલ મૃણાલ નામના સુશાંતના ફેમિલી ફ્રેન્ડે જોગર્સ પાર્ક પાસેની લેન જ્યાં સુશાંતનું ઘર છે તેને સુશાંતનું નામ આપવાની અપીલ કરી છે. આ પહેલાં સુશાંતના હોમટાઉન બિહારના પૂર્ણિયામાં તેના નામ પરથી એક ચોક અને રોડને સુશાંત સિંહ રાજપૂત ચોક અને સુશાંત સિંહ રાજપૂત પથ નામ આપવામાં આવ્યું છે.

સુશાંત સિંહે 14 જૂને બાંદ્રા સ્થિત આ ઘરમાં ફાંસી ખાઈ લીધી હતી


બાંદ્રામાં સુશાંતનું ઘર
મિડ ડેને આપેલ એક ઇન્ટરવ્યૂમાં મૃણાલે કહ્યું કે, તેની ખોટ પડી છે અને હજુ પણ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમે માત્ર એટલી માગ કરી રહ્યા છીએ કે જે રોડ પર તે રહેતો હતો તે રોડને સુશાંતનું નામ આપવામાં આવે. મેં સૌથી પહેલા આદિત્ય ઠાકરે અને બીએમસીના અધિકારી ઇકબાલ સિંહ ચહલનો સંપર્ક કર્યો. તેમણે નગરપાલિકા વોર્ડ (વેસ્ટ)ના અધિકારીઓને ડિરેક્ટ કર્યા જેમના કાર્યવિસ્તારમાં આ આવે છે. મેં બધી લોકલ સિવિક ઓથોરિટીઝને આ બાબતે લખ્યું છે.

અધિકારીઓએ આશ્વાસન આપ્યું
મૃણાલ મુંબઈમાં નન્હી ગુંજ વિકાસ ફાઉન્ડેશન ચલાવે છે. તેમને આશા છે કે આ શહેર તેની યાદોમાં સુશાંતને અમર રાખશે. તેમણે આગળ કહ્યું કે, મેં તો એવું પણ સજેસ્ટ કર્યું છે કે માત્ર એક રોડ નહીં પણ આ વિસ્તારનો એક ચોક અથવા એક ગાર્ડન પણ તેના નામ પર જ હોવું જોઈએ. હાલ નગરપાલિકા મહામારી સામે લડવામાં વ્યસ્ત છે. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે બને એટલું વહેલું આ કામ પૂરું કરવામાં આવશે.

ફાઇનલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી શકે છે
મુંબઈ પોલીસના સૂત્રો અનુસાર સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ટૂંક સમયમાં ફાઇનલ રિપોર્ટ આવી શકે છે. પોલીસ 30થી પણ વધુ લોકોના સ્ટેટમેન્ટના આધારે ફાઇનલ રિપોર્ટ 15 દિવસમાં જાહેર કરી શકે છે. જોકે, હજુ સુધી પોલીસને કેસ સોલ્વ કરવામાં કોઈ ખાસ સફળતા મળી નથી, કે કોઈ ખાસ માહિતી હાથ લાગી નથી. સુશાંત સિંહના મૃત્યુના એક મહિના બાદ પોસ્ટમોર્ટમ, વિસરા અને ફોરેન્સિક તપાસના રિપોર્ટના આધારે ફાઇનલ રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Family friend Nilotpal Mrinal appealed to Aaditya Thackeray and BMC chief to rename Bandra road where sushant singh rajput resided


from Divya Bhaskar https://ift.tt/3gXpo5h
https://ift.tt/2Wgc6sY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...