Sunday, July 19, 2020

પ્રતિક ગાંધીનો રિપોર્ટ પોઝિટિવ, પત્ની સાથે ઘરમાં ક્વૉરન્ટીન, ભાઈ હોસ્પિટલમાં દાખલ

દેશમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે. હવે ગુજરાતી સિનેમા ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર પ્રતિક ગાંધીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રતિક ગાંધીએ ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. પ્રતિક ગાંધી તથા તેની પત્ની ભામિની ઘરમાં જ ક્વૉરન્ટીન થઈને સારવાર કરાવી રહ્યાં છે, જ્યારે પ્રતિક ગાંધીનો ભાઈ પુનીત ગાંધી હોસ્પિટલમાં દાખલ છે.

પ્રતિક ગાંધીએ શું ટ્વીટ કરી?
પ્રતિક ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું, અમે પરિવાર તરીકે ગંભીરતાથી ‘હકારાત્મક બનો’ની વાતને સ્વીકારી છે અને કોરોનામાં પણ અમે સહેજ પણ ભેદભાવ કર્યો નથી. હું તથા મારી પત્ની ઘરે રહીને જ સારવાર કરાવી રહ્યાં છીએ અને મારો ભાઈ હોસ્પિટલમાં છે. પરિવાર તથા મિત્રોના સપોર્ટ, પ્રાર્થના સાથે અમે આ વાઈરસ સામે મક્કમતાથી લડીશું.

ગુજરાતી કલાકારોએ સાજા થવાની પ્રાર્થના કરી
ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખ પણ હાલમાં જ કોરોનાની સારવાર કરાવીને હોસ્પિટલથી ઘરે આવી હતી. તેણે કહ્યું હતું કે તું અને તારો પરિવાર ઝડપથી સાજા થઈ જાવ તેવી પ્રાર્થના. ગુજરાતી એક્ટર મયુર ચૌહાણે પણ જલ્દી સાજા થઈ જવાની કામના કરી હતી. ડિરેક્ટર અભિષેક જૈને કહ્યું હતું કે સર તમે અમારી પ્રેરણા છો. તમે વાઈરસને હરાવી દેશો, મને ખબર છે અને તમે કેવી રીતે કરશો એ પણ મને ખ્યાલ છે.

નાટક તથા ફિલ્મમાં કામ કરે છે
પ્રતિક ગાંધી થિયેટર તથા ગુજરાતી સિનેમામાં કામ કરે છે. પ્રતિકે ‘બે યાર’થી ગુજરાતી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત પ્રતિકે ‘રોંગ સાઈડ રાજુ’, ‘તંબૂરો’, ‘લવની ભવાઈ’, ‘વેન્ટિલેટર’, ‘ધૂનકી’, ‘ગુજરાત 11’માં કામ કર્યું છે. આ વર્ષે પ્રતિકની ગુજરાતી ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ની રિલીઝ થઈ હતી. પ્રતિકે અનેક ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી તથા શ્રેયા ધનવંતરી અપ્લોઝ એન્ટરટેઈન્મેન્ટની ફાઈનાન્સિયલ થ્રીલર સીરિઝ ‘સ્કેમ 1992’માં સાથે જોવા મળશે. આ સીરિઝ હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. સીરિઝને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ સીરિઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બેસ્ટ સેલિંગ બુક ‘ધ સ્કેમ’ પર આધારિત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pratik Gandhi's report positive, self-quarantined at home with wife, brother admitted to hospital


from Divya Bhaskar https://ift.tt/2Ci06jW
https://ift.tt/39811iO

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...