સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેના ફેન્સ કરણ જોહરને તેના માટે જવાબદાર ગણાવી રહ્યા છે. ટ્રોલર્સ મુજબ બોલિવૂડમાં નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવામાં કરણ જ સૌથી આગળ છે. હવે કરણે તેની માતા હિરૂ યશ જોહર અને બાળકો યશ અને રૂહીને મારવાની ધમકી આપનાર વિરૂદ્ધ એક્શન લેવાનું નક્કી કરી લીધું છે. કરણની ટીમ ઓનલાઇન ટ્રોલર્સના અકાઉન્ટ ટ્રેસ કરી રહી છે.
View this post on InstagramA post shared by Karan Johar (@karanjohar) on Mar 17, 2020 at 11:58am PDT
આ કલમ હેઠળ કેસ થશે
કરણ જોહરે જે કલમ હેઠળ કેસ કરવાનું નક્કી કર્યું છે તે અંતર્ગત કોઈપણ વ્યક્તિ અપશબ્દો કહે અને હિંસક મેસેજ લખે છે તો તેને લાખો રૂપિયાનો દંડ ભરવાનો રહેશે. સાથે તેને IT એક્ટની કલમ 67 અને IPCની કલમ 507ની કાર્યવાહી હેઠળ જેલ પણ થઇ શકે છે. DNAના સમાચાર મુજબ કરણની ટીમે જણાવ્યું કે વકીલોની એક ટીમ ઓનલાઇન ટેક એક્સપર્ટ સાથે મળીને આના પર કામ કરી રહી છે.
માતા અને બાળકોની ચિંતા
ટીમે જણાવ્યું કે, જ્યારે લોકોએ તેમના પરિવારને શારીરિક ઇજા પહોંચાડવાની વાત લખી ત્યારે કરણે આ નિર્ણય લીધો. તેની માતા હિરૂને રેપની ધમકી આપવામાં આવી છે. કરણ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી સોશિયલ મીડિયાથી દૂર છે. કંગના રનૌત તેના પર જાહેરમાં બોલિવૂડ માફિયા અને નેપોટિઝ્મ ગેંગ ચલાવવાનો આરોપ લગાવી રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CAY1zr
https://ift.tt/3fSTEhG
No comments:
Post a Comment
If you have any doubts please let me know!