Wednesday, July 8, 2020

મનોજ વાજપેઈએ સુશાંતના અવસાન બાદ ચાહકોના આક્રોશને યોગ્ય ઠેરવતા કહ્યું, તેમના સવાલોના જવાબ આપવા જરૂરી છે

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને તેને કારણે માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ ચાહકો તથા બોલિવૂડ પણ આઘાતમાં છે. અવસાનના આટલા દિવસ બાદ પણ ચાહકો એ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આ દુનિયામાં નથી. હાલમાં જ મનોજ વાજપેઈએ સુશાંતને લઈ વાત કરી હતી. મનોજે કહ્યું હતું કે જ્યારે ચાહકો તેની ફિલ્મને હિટ બનાવે છે ત્યારે ચાહકોને હક છે કે તેમના સવાલોના જવાબને જાણવાનો.

શું કહ્યું મનોજે?
મનોજના મતે, જ્યારે સેલિબ્રિટી ચાહકોની પ્રશંસાને પોતાની સફળતા સાથે જુએ છે અને તેને માન્ય ગણે છે તો જ્યારે તેઓ ટીકા કરે ત્યારે તેને સાંભળવાની જરૂર હોય છે. જો ગુસ્સો તમારા તરફ ઈશારો કરે ત્યારે તમે સવાલો પૂછો જ છો ને? જ્યારે ચાહકો એક્ટરની ફિલ્મને હિટ બનાવે છે ત્યારે એ જ લોકોને સવાલ પૂછવાનો પણ હક છે. આ સવાલોના જવાબ આપવા મહત્ત્વના બની જાય છે. સરકાર પણ કંઈક આ જ રીતે કામ કરે છે.

મનોજે કહ્યું હતું કે ફિલ્મમેકર શેખર કપૂર એક્ટર સુશાંતને નિકટથી જાણતા હતાં. તેણે પણ ફિલ્મ ‘સોનચિરિયા’માં એક્ટર સાથે કામ કર્યું હતું. મનોજના મતે, હજી પણ લોકો ઘેરા આઘાતમાં છે અને એ માનવા તૈયાર નથી કે આવું કંઈક બની ગયું છે. વધુમાં મનોજે ઉમેર્યું હતું કે એક્ટર સાથે જોડાયેલા તમામ લોકોને લઈ તમે દુઃખ અનુભવો છો પરંતુ આપણે તેમના દુઃખને સમજી શકીએ તેમ નથી.

નેપોટિઝ્મ પર પણ વાત કરી
મનોજ વાજપેઈએ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મને લઈને પણ વાત કરી હતી. મનોજે કહ્યું હતું કે તે છેલ્લાં 20 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં છે. અહીંયા ટેલેન્ટને બદલે સામાન્ય યોગ્યતા ધરાવતા લોકોને જ વધુ તકો આપવામાં આવે છે. જોકે, આ વાત માત્ર આ જ ઈન્ડસ્ટ્રીને લાગુ પડતી નથી પરંતુઆખા દેશમાં આ વાત છે. મનોજે કહ્યું હતું કે આપણાં વિચારોમાં ક્યાંક ઉણપ છે અને આપણાં નૈતિક મૂલ્યોમાં ખામી છે. આપણે જ્યારે પણ કોઈ ટેલેન્ટેડ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણે તરત જ તેની અવગણના કરીએ છીએ અથવા તો તેને દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ.

30થી વધુ લોકોની પૂછપરછ
સુશાંતના સુસાઈડ બાદથી અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. હાલમાં જ સંજય લીલા ભણસાલીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત શેખર કપૂરનું નિવેદન લેવામાં આવ્યું છે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Manoj Vajpayee justifies the outrage of fans after Sushant's death, says it is important to answer their questions


from Divya Bhaskar https://ift.tt/322bRVM
https://ift.tt/38BWqF4

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...