સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કંગના રનૌતને નવું સમન્સ મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસે આ સમન્સ ગુરુવારે એક્ટ્રેસના મનાલીના ઘરે મોકલ્યું છે જ્યાં તે લોકડાઉનથી જ છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કંગના મુંબઈ આવી શકે એમ નથી. જોકે, કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલના જણાવ્યા અનુસાર તે તેનું સ્ટેટમેન્ટ મેલ કરશે.
3 જુલાઈના રોજ પણ સમન્સ મોકલ્યું હતું
રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં 3 જુલાઇના રોજ પોલીસ સમન લઈને કંગનાના મુંબઈ સ્થિત ઘરે પહોંચી હતી. 4 જુલાઈના રોજ તેને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું હતું. પરંતુ કંગનાની મેનેજર અમૃતા દત્તે લેટર સ્વીકારવાની ના પાડી દીધી. જ્યારે પોલીસે તેની પાસે એક્ટ્રેસનો નંબર માગ્યો તો તેણે પોતાના જ નંબર આપ્યા.
સમન્સ મળવાની વાતનું કંગનાએ ખંડન કર્યું
બુધવારે કંગના રનૌતની ટીમે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અગાઉ સમન્સ મળવાની વાતનું ખંડન કર્યું હતું. તેમણે લખ્યું કે, કંગનાને કોઈ ફોર્મલ સમન્સ મળ્યું નથી. રંગોલી છેલ્લા બે અઠવાડિયાથી પોલીસને એવું જણાવવા માટે કોલ કરી રહી છે કે કંગના તેનું સ્ટેટમેન્ટ આપવા ઈચ્છે છે. પરંતુ મુંબઈ પોલીસ તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. આ ટ્વીટ સાથે રંગોલીએ મુંબઈ પોલીસને મોકલેલ વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે.
There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV
— Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020
કંગનાની પૂછપરછ કેમ?
કંગના રનૌત સુશાંતના મૃત્યુ પછીથી દાવો કરી રહી છે કે સુશાંતે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ અને કેમ્પિંગને કારણે આત્મહત્યા કરી છે. આ માટે તેણે જાહેરમાં કરણ જોહરને જવાબદાર ગણાવ્યો છે.
આ ઉપરાંત તેણે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કરણ સિવાય આદિત્ય ચોપરા, રાજીવ મસંદ અને મહેશ ભટ્ટનું નામ પણ કેમ્પિંગ કરનારા લોકોના લિસ્ટમાં સામેલ કર્યું હતું. તેણે સવાલ કર્યો હતો કે મુંબઈ પોલીસ કેમ તેમની પૂછપરછ નથી કરતી. કંગનાએ તો ત્યાં સુધી કહ્યું કે જો તે તેની વાત સાબિત નહીં કરી શકે તો તે તેનો પદ્મ શ્રી અવોર્ડ પરત કરવા માટે તૈયાર છે.
અત્યારસુધી લગભગ 40 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ થયા
આ કેસમાં મુંબઈ પોલીસ અત્યારસુધી 40 જેટલા લોકોની પૂછપરછ કરી ચૂકી છે. મંગળવારે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદ પછી ફિલ્મમેકર રૂમી જાફરીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ઉપરાંત અમુક સેલેબ્સ, રાજકારણીઓ CBI તપાસની માગ કરી રહ્યા છે. ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લેટર લખીને CBI તપાસની માગ કરી છે અને વકીલ ઇશકરણ ભંડારીને આ કેસમાં ફેક્ટ ચેક કરવાની જવાબદારી સોંપી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZSVrOi
https://ift.tt/2BoKZV8
No comments:
Post a Comment
If you have any doubts please let me know!