Monday, July 20, 2020

સમીર સોનીએ કંગનાને લઈ વાત કરતાં સો. મીડિયામાં ટ્રોલ થયો, માફી માગીને પોસ્ટ ડિલીટ કરી

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ગરમાયો છે. હાલમાં જ કંગનાએ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂતને લઈ વાત કરી હતી. આ જ ઈન્ટરવ્યૂમાં કંગનાએ સ્વરા ભાસ્કર તથા તાપસી પન્નુને B ગ્રેડ એક્ટ્રેસિસ કહી હતી. પહેલાં તાપસીએ કંગના માટે કહ્યું હતું કે તે કોઈના અવસાનનો અંગત ફાયદા માટે ક્યારેય ઉપયોગ કરતી નથી. હવે, ટીવી એક્ટર સમીર સોનીએ પણ કંગનાને લઈ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરી હતી. જોકે, આ પોસ્ટને કારણે સમીર સોનીને ટ્રોલ કરવામાં આવ્યો હતો અને તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને માફી પણ માગી હતી.

સમીર સોનીએ શું પોસ્ટ કરી હતી?
સમીર સોનીએ કંગના રનૌતના ઈન્ટરવ્યૂને લઈ રવિવાર (19 જુલાઈ)ના રોજ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સમીરે કહ્યું હતું, ‘મેં પહેલાં પણ કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનું અવસાન એક મોટી દુઃખદ ઘટના છે અને તે ન્યાયનો હકદાર છે, પરંતુ જે લોકો સુશાંતના અવસાનનોપોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી રહ્યાં છે, તે તમામ લોકોની હું વિરુદ્ધમાં (કંગના સહિત) છું. દિલગીર.’ વધુમાં આ પોસ્ટ સાથે જ સમીર સોનીએ એમ પણ લખ્યું હતું,‘એક મૃત વ્યક્તિના ખભે બંદૂક મૂકીને ચાલવાનું બંધ કરો.’

આ પોસ્ટ બાદ સમીર સોની ટ્રોલ થયો
સોશિયલ મીડિયામાં સમીર સોનીએ કંગનાને લઈ વાત કરતાં યુઝર્સે તેને ટ્રોલ કર્યો હતો. ટ્રોર્લ્સથી હેરાન થઈને સમીર સોનીએ પોતાની આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

View this post on Instagram

Apologies and love to all. ❤️

A post shared by Samir Soni (@samirsoni123) on Jul 19, 2020 at 12:42pm PDT

માફી માગીને આ વાત કહી
સમીર સોનીએ બીજી એક પોસ્ટ શૅર કરી હતી અને કહ્યું હતું, ‘મને ટ્રોલનો પહેલો અનુભવ આપવા માટે તમારો આભાર. હું આજે ઘણું જ શીખી ગયો.’ આ પોસ્ટ સાથે સમીર સોનીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘માફી તથા તમામને પ્રેમ.’

આ પહેલાં તાપસીએ કંગનાની ઝાટકણી કાઢી હતી
કંગનાએ B ગ્રેડ એક્ટ્રેસ કહ્યાં બાદ અંગ્રેજી ન્યૂઝપેપર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં તાપસીએ કહ્યું હતું, ‘કંગના એમ કહે છે કે મારી પાસે કામ નથી પરંતુ હું દર વર્ષે ઓછામાં ઓછી ચાર ફિલ્મ કરું છું. આ વર્ષે મારી પાંચ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. હા, મને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી અને સ્ટાર કિડ્સને લેવામાં આવ્યાં હતાં. જોકે, કંગના તથા તેની બહેન મારી મહેનતની ક્રેડિટ ના આપે અને કારણ વગર મારું નામ લીધા રાખે તે પણ એક પ્રકારની હેરાનગતિ જ છે.’

વધુમાં તાપસીએ કહ્યું હતું, ‘આ બધું એટલા માટે કે મેં તેમની હામાં હા ના કરી, મેં આઉટસાઈડર્સ માટે ઝંડો લઈને તેમની સાથે ચાલવાની ના પાડી, કારણ કે અમે એટલાં પણ કડવાં નથી. મેં કોઈના પણ અવસાનનો અંગત ફાયદો ઊઠાવવાની ના પાડી અને જે ઈન્ડસ્ટ્રીએ અમને ભોજન તથા ઓળખાણ આપી તેની મજાક ઉડાવવાની ના પાડી.’

તાપસીએ આગળ કહ્યું હતું, ‘એક્ટ્રેસ હોવાને નાતે મારે જરૂરી મુદ્દાઓ પર બોલવું જોઈએ. જોકે, બીજાને સશક્ત કરતાં હોય તેવા જ મુદ્દે મારે બોલવું જોઈએ. મને જ્યારે ‘પતિ પત્ની ઔર વો’માં ખોટી રીતે રિપ્લેસ કરવામાં આવી ત્યારે હું બોલી જ હતી. એવું નથી કે હું ડરું છું.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samir Soni talking about Kangana. Trolled in social media, apologized and deleted the post


from Divya Bhaskar https://ift.tt/30lDYgc
https://ift.tt/30qH1nr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...