કમ્પોઝર તથા સિંગર અમિત ત્રિવેદીએ સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કાઈ પો છે’ તથા ‘કેદારનાથ’માં કામ કર્યું હતું. સુશાંતે ‘કાઈ પો છે’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લેતા સોશિયલ મીડિયામાં નેપોટિઝ્મને લઈ ચર્ચા થઈ રહી છે. અમિત ત્રિવેદીએ નેપોટિઝ્મને લઈ વાત કરી હતી.
એક ઈન્ટરવ્યૂમાં અમિત ત્રિવેદીએ કહ્યું હતું કે તે જ્યારે પણ હવે સુશાંતના સોંગ્સ પર્ફોર્મ કરશએ ત્યારે તેને સૌ પહેલાં સુશાંતની યાદ આવશે અને પહેલો વિચાર આવશે કે તેણે જીવનમાં કેટલું મોટું પગલું ભરી નાખ્યું. સુશાંતના આ પગલાને કારણે દરેક લોકો આઘાતમાં છે. અમિત ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે તેણે એક્ટર સાથે કામ કર્યું હતું અને તેના માટે આ ખોટની ભરપાઈ કરવી બહુ મુશ્કેલ છે.
અમિત ત્રિવેદીએ નેપોટિઝ્મ પર વાત કરતાં કહ્યું હતું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ જેવું કંઈ જ હોતું નથી. બની શકે કે એક્ટર્સમાં નેપોટિઝ્મ હોય પરંતુ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ક્યાંય આવું જોવા મળતું નથી. વધુમાં અમિત ત્રિવેદીએ કહ્યું હતું કે આજકાલ લોકો આ મુદ્દે ચર્ચા કરીને કારણ વગર સમય બરબાદ કરે છે.
ઉલ્લેખનીય છે કે અમિતે ‘કાઈ પો છે’માં ‘માંઝા’ જ્યારે ‘કેદારનાથ’માં ‘નમો નમો’, ‘કાફીરાના’ તથા ‘જાન નિસાર’ સોંગ કમ્પોઝ કર્યાં હતાં અને ગાયા હતાં.
કંગનાએ કહ્યું હતું, સુશાંતે નેપોટિઝ્મને કારણે આત્મહત્યા કરી
સુશાંતની આત્મહત્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કહ્યું હતું કે નેપોટિઝ્મને કારણે સુશાંતે હતાશામાં આવીને આત્મહત્યા કરી હતી. પોલીસ કંગનાને નિવેદન આપવા માટે બોલાવશે. અત્યાર સુધી સુશાંત આત્મહત્યા કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. હાલમાં જ સંજય લીલા ભણસાલીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gCc6LB
https://ift.tt/38xBMWM
No comments:
Post a Comment
If you have any doubts please let me know!