Saturday, July 25, 2020

સોનુ સૂદ હવે ‘માઉન્ટન મેન’ના નામથી લોકપ્રિય દશરથ માંઝીના પરિવારની મદદ માટે આગળ આવ્યો

લૉકડાઉનમાં હજારો શ્રમિકોને પોતાના વતન પહોંચાડીને ચર્ચામાં આવનાર સોનુ સૂદ હવે માઉન્ટન મેનના નામથી લોકપ્રિય દશરથ માંઝીના પરિવારની મદદ માટે આગળ આવ્યો છે. છેલ્લાં ઘણાં દિવસથી માંઝીનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરતો હતો. એક યુઝરે આ સમાચારના કટિંગ સાથે સોનુ સૂદને ટ્વીટ કરી હતી અને મદદની અપીલ કરી હતી.

સોનુ સૂદે કહ્યું, આજથી તંગી ખતમ
અંકિત રાજગઢિયા નામના ટ્વિટર યુઝરે દશરથ માંઝીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના સમાચારનું કટિંગ શૅર કરીને કહ્યું હતું, સોનુ સૂદ સર, આ દશરથ માંઝી છે અને તેઓ માઉન્ટન મેનના નામથી જાણીતા છે. તેમણે પત્નીના પ્રેમ માટે પર્વતમાંથી રસ્તો કાઢ્યો હતો. આજે તેઓ એક-એક રૂપિયા માટે તરસી રહ્યા છે. તેમને તમારી મદદની જરૂર છે. આ ટ્વીટ પર સોનુ સૂદે જવાબ આપ્યો હતો કે આજથી તંગી પૂરી, આજે જ થઈ જશે ભાઈ.

કોણ હતા દશરથ માંઝી?
બિહારના માઉન્ટન મેન તરીકે દશરથ માંઝી લોકપ્રિય છે. તેમણે પત્નીના મોત બાદ 22 વર્ષ સુધી પર્વત ખોદીને રસ્તો બનાવ્યો હતો. તેમણે એકલા હાથે હથોડી તથા છીણીની મદદથી 360 ફુટ લાંબા, 30 ફુટ પહોળા અને 25 ફુટ લાંબા પહાડને કાપીને રસ્તો બનાવ્યો હતો. તેમના આ કામથી પ્રભાવિત થઈને સરકારે તેમનું સન્માન કર્યું હતું. ફિલ્મ-મેકર કેતન મહેતાએ ‘માંઝીઃ ધ માઉન્ટન મેન’ નામની ફિલ્મ બનાવી હતી. સરકારે જિલ્લામાં દશરથ માંઝીના નામથી હોસ્પિટલ પણ બનાવી હતી. દશરથ માંઝીનું 2007માં 17 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. દશરથ માંઝીના દીકરા ભગીરથે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં તેમની દીકરીનું રોડ અકસ્માતમાં હાથ-પગ તૂટી ગયા હતાં. પૈસા ના હોવાને કારણે યોગ્ય સારવાર થઈ શકી નહીં. દવા તથા સારવાર વગર દીકરીની હાલત ઘણી જ ખરાબ છે અને સારવાર માટે હજારો રૂપિયાનું દેવું કરવામાં આવ્યું છે. સરકારી લાભના નામ પર માત્ર રાશન મળે છે અને તેમાંથી જ ઘરનું ગુજરાન ચાલે છે. ઈન્દિરા આવાસ યોજન હેઠળ ઘર મળશે તેવું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી ઘર મળ્યું નથી. ફિલ્મ પ્રોડ્યૂસરે રોયલટી આપવાનું વચન આપ્યું હતું પરંતુ તે પૈસા પણ આવ્યા નથી. તેમનો એક દીકરો ચેન્નઈની ફેક્ટરીમાં કામ કરતો હતો પરંતુ લૉકડાઉનને કારણે ફેક્ટરી બંધ થવાથી ઘરે આવી ગયો છે. પેન્શન પણ ઘણાં સમયથી બંધ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actot sonu sood help family of dashrath manjhi the mountain man


from Divya Bhaskar https://ift.tt/2ZZzLAc
https://ift.tt/30EtSqU

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...