પાંચ વર્ષ પહેલાં લખનૌની દીપ્તિ મુંબઈ આવી હતી. તેનું સપનું લોકડાઉનમાં પૂરું થઇ રહ્યું છે. તે બાદશાહ, અરવિંદ ખૈરા અને વિશાલ મિશ્રા જેવા ફેમસ સંગીતકાર સાથે સિંગલ અને એલ્બમમાં દેખાશે. ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેણે આ શૂટિંગ વિશે વાત શેર કરી હતી.
View this post on InstagramA post shared by Deepti Sadhwani (@iamdeeptisadhwani) on Jul 23, 2020 at 12:33am PDT
દીપ્તિએ વાતચીતમાં કહ્યું કે, હું વર્ષ 2008માં મિસ નોર્થ ઇન્ડિયા રહી ચૂકી છું. 2009 અને 2010માં પુણેમાં મિસ ઇન્ડિયાના ટોપ 50 સુધી પહોંચી ગઈ છું. મુંબઈ આવ્યા પહેલાં મેં મારો અભ્યાસ પૂરો કર્યો. હું 5 વર્ષ પહેલાં મુંબઈ આવી હતી. મીકા પાજી પાસે સંગીતની ટ્રેનિંગ લીધી. એક્ટિંગ અને ડાન્સિંગના ક્લાસિસ પણ કર્યા. થિએટર કર્યા પછી હું હોસ્ટિંગ કરવા લાગી.
બાદશાહનું સોન્ગ 27 જુલાઈએ રિલીઝ થશે
દીપ્તિએ કહ્યું કે, બાદશાહ સાથેનું મારું સોન્ગ સોમવારે આવશે. તેમાં હરિયાણા રોડવેઝની બસ ચાલે છે. તેમાં હું કંડકટરની રીતે આવું છું. તે પછી ડાન્સ શરુ થાય છે. આ પેપી સોન્ગ છે. આ ફાસ્ટ સોન્ગ સોની મ્યુઝિક પર આવશે. તેમની સાથે મારે ‘ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે’ સમયથી વાત ચાલતી હતી. તે સોન્ગમાં કામ ન મળ્યું પણ હાલ જે કંપની તેને મેનેજ કરે છે, તેમણે મને બોલાવી હતી. આખું સોન્ગ ચંડીગઢમાં લોકડાઉન દરમિયાન શૂટ થયું છે. ત્યાં હરિયાળી વધારે છે અને કોરોનાના કેસ પણ ઓછા છે. તેવામાં ત્યાં શૂટિંગ થયું હતું. બાદશાહ, અરવિંદ ખૈરા પણ ચંડીગઢમાં જ છે. માત્ર હું દિલ્હીથી આવી હતી. મારો કોરોના ટેસ્ટ થયા પછી કામ શરુ થયું.
શૂટિંગમાં બાદશાહે ગંભીર રીતે ધ્યાન રાખ્યું
આ સોન્ગમાં પણ બાદશાહનો પરિચિત અંદાજ છે. તેમાં હુક લાઈન ‘હરિયાણા રોડવેઝ લિખવાકે, ભોલેનાથ કા ટેટૂ લગાકે, મૈં ભી નિકલા હૂં ગડ્ડી લેકે’ છે. બાદશાહની આ ખૂબી છે. આ સોન્ગ બે દિવસમાં શૂટ થયું હતું. બાદશાહ કોરોના સામે ઘણી ગંભીર રીતે સાવધાની રાખી રહ્યા છે. તેઓ વેનિટી વાનનો ઉપયોગ કરતા નહોતા. આથી તેઓ ચંડીગઢમાં તેમની માતા સાથે રહેતા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WRJUNh
https://ift.tt/2Bwn0DH
No comments:
Post a Comment
If you have any doubts please let me know!