વરિષ્ઠ કોમેડિયન જગદીપના નિધન બાદ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જગદીપે ફિલ્મમાં યાદગાર પર્ફોર્મન્સ આપ્યા હતાં અને તેને કારણે આપણાં જીવનમાં ખુશીઓ તથા હાસ્યઆવ્યું હતું. અમિતાભે ‘શોલે’ તથા ‘શહેનશાહ’ સહિતની ફિલ્મમાં જગદીપ સાથે કામ કર્યું હતું.
અમિતાભે પોતાના બ્લોગની શરૂઆતમાં કહ્યું હતું, ‘કાલ રાતે આપણે વધુ એક મોટું રત્ન ગુમાવી દીધું..જગદીપ..અસાધારણ હાસ્ય પ્રતિભા ધરાવતા એક્ટરનું નિધન...તેમણે પોતાની એક અલગ વ્યક્તિગત શૈલી તૈયાર કરી હતી અને મને તેમની સાથે ઘણી ફિલ્મમાં કામ કરવાનું સન્માન મળ્યું.. આમાંથી દર્શકોના મનમાં ‘શોલે’ તથા ‘શહેનશાહ’ છે.’
એક વિનમ્ર વ્યક્તિને લાખો લોકોનો પ્રેમ મળ્યો
વધુમાં અમિતાભે કહ્યું હતું, ‘પોતાની બનાવેલી એક ફિલ્મમાં તેમણે મને નાનકડી ભૂમિકા ભજવવાની વિનંતી કરી હતી. મેં આ ભૂમિકા ભજવી પણ હતી. એક વિનમ્ર માણસ. લાખો લોકોએ તેમને પ્રેમ કર્યો. તેમના માટે મારી દુઆ તથા પ્રાર્થના...’
ફિલ્મ માટે ‘જગદીપ’ નામ અપનાવ્યું
અમિતાભે કહ્યું હતું, ‘સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી તેમનું સાચું નામ હતું. જગદીપે ફિલ્મી નામ અપનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક યાદગાર પર્ફોર્મન્સ આપ્યાં. આ પર્ફોર્મન્સથી આપણે બહુ જ હસ્યા અને આપણાં જીવનમાં ખુશીઓ આવી.’
અનેકતામાં એકતાનું ઉદાહરણ આપ્યું
અમિતાભે કહ્યું હતું, ‘ફિલ્મી નામ જગદીપ રાખવું એ ઘણો જ સારો નિર્ણય હતો અને દેશમાં અનેકતાઓની વચ્ચે એકતાનો બોધપાઠ આપ્યો હતો. તે સમયે અન્ય લોકોએ પણ આમ કર્યું હતું. લોકપ્રિય તથા પ્રતિષ્ઠિત દિલીપ કુમાર, મધુબાલા, મીના કુમારી, જયંત (અમઝદ ખાનના પિતા) અને બીજા ઘણાં બધા...’
અમિતાભે અંતે કહ્યું હતું, ‘એક એક કરીને બધા જતા રહ્યાં.. ઈન્ડસ્ટ્રીને દીવાના બનાવીને અને અસીમિત યોગદાનથી વંચિત કરીને....’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W1Guqy
https://ift.tt/2O91vvh
No comments:
Post a Comment
If you have any doubts please let me know!