Thursday, July 23, 2020

લૉકડાઉનમાં હજારો શ્રમિકોને ઘરે મોકલનાર સોનુ સૂદ હવે ‘પ્રવાસી રોજગાર એપ’ લોન્ચ કરશે

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. હવે સોનુ સૂદ પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરવાનો છે. આ એપની મદદથી પ્રવાસી શ્રમિકોને નોકરી શોધવામાં મદદ મળશે.

23 જુલાઈએ એપ લોન્ચ થશે
સોનુ સૂદ 23 જુલાઈના રોજ પ્રવાસી રોજગાર એપ લોન્ચ કરશે. આ એપમાં 500 જેટલી જાણીતી કંપનીઓ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે, જેમાં કન્સ્ટ્રક્શન, અપૅરલ, હેલ્થકેર, એન્જિનિયરિંગ, BPO, સિક્યોરિટી, ઓટોમોબાઈલ, ઈ-કોર્મસ તથા લોજિસ્ટિક્સ જેવી કંપનીઓ સામેલ છે. 24 કલાક હેલ્પલાઈન ચાલુ રહેશે અને દેશના સાત શહેરમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોઈમ્બતુર, અમદાવાદ તથા તિરુવનંતપુરમ છે.

સોનુ સૂદે કહ્યું હતું કે પ્રવાસી મજૂરો સાથેની વાતચીતમાં એ વાત ધ્યાને આવી હતી કે યોગ્ય તક પાછી મળે તો શ્રમિકો પરત આવવા તૈયાર હતા. આથી જ તેને યોગ્ય જગ્યા પર યોગ્ય લોકોને નોકરી મળે તેવો વિચાર આવ્યો હતો.

પોતાની એપ અંગે સોનુ સૂદે કહ્યું હતું કે આ અંગે બહુ જ વિચાર કરવામાં આવ્યો હતો. છેલ્લાં થોડાં સમયથી પ્લાનિંગ અને તૈયારી કરવામાં આવી હતી. તેઓ એ વાત સુનિશ્ચિત કરવા માગતા હતા કે એપમાં પહેલેથી થતાં કામોને ધ્યાનમાં લેવામાં આવે. ગરીબી રેખાની નીચે જીવતા યુવા વર્ગને આગળ લાવવામાં આ એપ મદદરૂપ થાય અને યુવા વર્ગને યોગ્ય નોકરી મળે. દેશમાં છ કરોડથી વધુ આંતરરાજ્ય પ્રવાસી શ્રમિકો છે અને તેમાંથી ત્રણ કરોડ રોજમદાર મજૂરો છે. થોડાં સમયમાં જ એપ પર અંદાજે એક કરોડ લોકો હશે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મુંબઈમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી હતી. સોનુ સૂદે પોતાની મિત્ર નીતિ ગોયલની મદદથી તમામ પ્રકારની વ્યવસ્થા કરી હતી. સોનુ સૂદ ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Sood, who sent thousands of workers home in the lockdown, will now launch a Pravasi Rojgar app


from Divya Bhaskar https://ift.tt/3eRf0L1
https://ift.tt/2WNnP26

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...