Wednesday, July 22, 2020

શ્રેણુ પરીખે કહ્યું, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત લાંબા સમય સુધી સ્વીકારી શકી નહોતી

ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેણે વડોદરાની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. હાલમાંએક્ટ્રેસ ઘરમાં આઈસોલેશનમાં છે. હોસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ શ્રેણુએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે શરૂઆતમાં તે ડરી ગઈ હતી. જોકે, તેણે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે પોતાની જાતને મોટિવેટ કરી હતી.

આશ્ચર્ય થયું હતું
શ્રેણુએ કહ્યું હતું, જ્યારે ખબર પડી કે મારો રિપોર્ટ પોઝિટિવ છે તો સ્તબ્ધ થઈ ગઈ હતી. હું તો એકદમ બ્લેન્ક થઈ ગઈ હતી. જ્યાં સુધી હું હોસ્પિટલમાં દાખલ ના થઈ ત્યાં સુધી મને વિશ્વાસ જ નહોતો થતો કે મારો રિપોર્ટ પોઝિટિવ છે. જ્યારે ખબર પડી તો હું બહુ જ ડરી ગઈ હતી. જોકે, મેં મારી જાતને મોટિવેટ કરી હતી. સાચું કહું તો હું મારા પરિવારને આ વાત કહેવા જ નહોતી માગતી. હું નહોતી ઈચ્છતી કે તેઓ મારા કારણે મુશ્કેલીમાં મૂકાય.

મેન્ટલ હેલ્થ માટે હાનિકારક
વધુમાં શ્રેણુએ કહ્યું હતું, હું અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહી હતી અને ત્યાં મેડિકલ સ્ટાફે મારી સારી રીતે દેખરેખ રાખી હતી. મને બ્લડ ટેસ્ટ તથા ઈન્જેક્શનથી ડર લાગે છે. આ સાથે જ રૂમમાં એકલું રહેવાનું આ બધાથી બહુ ડર હતો. પાછું મનમાં એવો પણ વિચાર આવતો કે આ બીમારીથી તમે મરી પણ શકો છો અથવા તો તમે લાંબા સમયથી બીમાર રહો છો. મનમાં સતત નેગેટિવ વિચારો આવતા હતાં. જોકે, હોસ્પિટલના સ્ટાફે મને મોટિવેટ કરી. કોરોના પોઝિટિવ હોવું એ મેન્ટલ હેલ્થ માટે હાનિકારક છે. આ જ કારણે તમારી રિકવરી સ્પીડ ધીમી થઈ જાય છે. હોસ્પિટલનો સ્ટાફ મારી સાથે વાતો કરતો હતો. મારા પેરેન્ટ્સ પણ મારી સાથે વાત કરતાં રહેતાં હતાં. હવે તો હું ઘરે આવી ગઈછું તો મારા પેરેન્ટ્સ મારું ધ્યાન રાખે છે. હાલમાં હું આઈસોલેશનમાં છું. વર્ષો બાદ માતાના હાથનું ભોજન જમું છું. આ સૌથી સારી વાત છે.

એક શૂટ માટે ઘરની બહાર ગઈ હતી
શ્રેણુએ કહ્યું હતું, છેલ્લાં બે મહિનામાં મારી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હું છ મેના રોજ મુંબઈથી વડોદરા આવી હતી. આ દરમિયાન હું એકવાર ઘરની બહાર એક શૂટ માટે ગઈ હતી. બની શકે કે તે દરમિયાન મને કોરોનાનો ચેપ લાગ્યો હોય. મને તાવ, નબળાઈ, ગળામાં ખારાશ, ઉધરસ અને અંતે મારી ગંધ પારખવાની ક્ષમતા બંધ થઈ ગઈ ત્યારે મને લાગ્યું કે મારે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આ સ્થિતિ થોડી ડરામણી હતી પરંતુ હવે મને પહેલાં કરતાં સારું છે.

કોરોના પોઝિટિવ હોવાની વાત સ્વીકાર કરતાં વાર લાગી
વાતો વાતોમાં એક્ટ્રેસે કહ્યું હતું, હું એ વાત સ્વીકારી જ નહોતી શકતી કે હું કોરોના પોઝિટિવ છું. થોડાં દિવસો બાદ મેં આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો અને આની સામે લડવાનો નિર્ણય લીધો હતો. મેં સૌથી પહેલાં મેન્ટલી મોટિવેટ થવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે આગળ વધી. હોસ્પિટલમાં કેટલાંક દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. તેમને જોઈને દુઃખ થતું હતું. હું મારી આસપાસ જોતી તો દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો હતો અને આ જોઈને હું મારી જાતને મોટિવેટ કરતી. આ મુશ્કેલ ઘડીમાં પરિવાર-મિત્રો સાથે વાત કરતી.

આ ઉપરાંત એક્ટ્રેસે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જે દિવસે તે દાખલ થઈ તે દિવસે જનરલ વોર્ડમાં રહી હતી. હોસ્પિટલમાં બેડ ઓછા હતાં અને દર્દીઓ વધારે હતાં. લોકો પોઝિટિવ હોવાની વાત છૂપાવે છે પરંતુ આ વાત ખોટી છે. જ્યારે તેણે પોઝિટિવ હોવાની વાત કહી તો લોકોએ તેને સપોર્ટ કર્યો અને હિંમત આપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shrenu Parikh said Corona's report could not be accepted for a long time.


from Divya Bhaskar https://ift.tt/3jvWcEz
https://ift.tt/30B5GWp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...