Wednesday, July 15, 2020

વાણી કપૂર લાંબા સમય બાદ શૂટિંગ કરવા માટે ઘણી ખુશ છે, ટૂંક સમયમાં સ્કોટલેન્ડમાં બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે

કોરોના મહામારીમાં અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂરનું કહેવું છે કે, હું લાંબા બ્રેક પછી ફરીથી કામ પર આવીને ઘણી ખુશ છું. વાણી બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાની છે.

લોકડાઉનને કારણે તમામ ફિલ્મના શૂટિંગ અટકી ગયા હતા. અનલોક બાદ જ્યારે હવે શૂટિંગ માટે પરવાનગી મળી રહી છે ત્યારે વાણી કપૂર બોલિવૂડની પહેલી એવી લીડિંગ લેડી છે જે સેટ પર કમબેક કરી રહી છે. અક્ષય કુમાર સ્ટારર બેલ બોટમ ફિલ્મ વાણીએ મહામારી દરમ્યાન જ સાઈન કરી હતી. અક્ષય અને ફિલ્મ મેકર્સે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ સ્કોટલેન્ડ જઈને શૂટિંગ શરૂ કરશે. વાણી સેટ પરના કમબેકને લઈને ઘણી ઉત્સાહિત છે અને તે ખુશ છે કે નોર્મલ જીવન ફરી શરૂ થઇ રહ્યું છે.

વાણીએ ઉત્સાહિત થઈને કહ્યું કે, સાચું કહું તો હું એક લાંબા બ્રેક બાદ ફરીથી કામ શરૂ કરીને ઘણી જ ખુશ છું. સ્વાભાવિક છે કે વધારે સતર્ક રહેવું પડશે, ગાઇડલાઇન્સને યોગ્ય રીતે ફોલો કરવી પડશે પણ એક નવી જર્ની સ્ટાર્ટ કરવી તે ઘણું રોમાંચિત છે. વાણી કપૂરે મહામારી શરૂ થયા પહેલાં જ તેની અપકમિંગ ફિલ્મ શમશેરાનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આ ફિલ્મમાં વાણી અને રણબીર કપૂર લીડ એક્ટર્સ છે.

વાણીએ કહ્યું કે, આ મારા માટે એક મોટી તક છે. અક્ષય સર માટે મારા મનમાં ઘણો આદર છે. આ સુપર એક્સાઈટિંગ છે અને હું ખરેખર આ અનુભવ લેવા માટે રાહ જોઈ રહી છું. વાણી સ્કોટલેન્ડમાં પહેલીવાર શૂટિંગ કરવા જવાની છે. શૂટિંગની જગ્યા હજુ કન્ફર્મ થઇ નથી પણ વાણીનું કહેવું છે કે તે મહામારીના માહોલમાં પણ આ શેડ્યુઅલને યાદગાર બનાવી દેવા માગે છે.

જેકી ભગનાની અને વાસુ ભગનાનીના પ્રોડક્શન હેઠળની આ બેલ બોટમ ફિલ્મને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 80ના દશકમાં સેટ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય અને વાણી સાથે લારા દત્તા અને હુમા કુરેશી પણ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vani Kapoor is happy to shoot after a long break, will soon start shooting for Bell Bottom in Scotland


from Divya Bhaskar https://ift.tt/30endU6
https://ift.tt/3j4sWEY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...