Thursday, July 23, 2020

ડિરેક્ટર શેખર કપૂરે લખ્યું - ભગવાન ઈચ્છશે તો એક દિવસ પાની ફિલ્મ જરૂર બનશે, આવું થયું તો તે સુશાંતને સમર્પિત કરીશ

શેખર કપૂર સુશાંત સિંહ રાજપૂત સાથે પાની ફિલ્મ બનાવવાના હતા, પરંતુ યશરાજ પ્રોડક્શન પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતા ફિલ્મ બની શકી નહીં. બે વર્ષ સુધી સુશાંત સાથે રહીને પાની ફિલ્મ માટે કામ કરનાર ડિરેક્ટર શેખર કપૂરે આ ફિલ્મને લઈને એક મોટી વાત કરી છે. શેખરે એક ટ્વીટ કરીને લખ્યું કે, ભગવાન ઇચ્છશે તો એક દિવસ પાની જરૂર બનશે, આવું થશે તો તે ફિલ્મ સુશાંતને સમર્પિત હશે.

વિનમ્ર પાર્ટનર્સ સાથે પાની બનાવશે
શેખરે ટ્વીટ કર્યું કે, જો તમે દેવો કે તમારી ક્રિએટિવિટી સાથે સફર કરવા ઈચ્છો છો તો તમારે દરેક પગલું ભક્તિભાવ સાથે ભરવાનું રહેશે. વિનમ્રતાથી. ભગવાનની ઈચ્છા હશે તો પાની એક દિવસ જરૂર બનશે. જો આવું થાય તો, હું તેને સુશાંતને સમર્પિત કરીશ. પણ તેને એવા પાર્ટનર્સ સાથે બનાવવાની રહેશે જે વિનમ્ર બનીને ચાલતા હોય, અહંકારમાં નહીં.

10 વર્ષથી અધૂરો પ્રોજેક્ટ
સુશાંતના મૃત્યુ બાદ શેખરે તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, પાની મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો જે છેલ્લા 10 વર્ષથી હજુ સુધી અધૂરો છે. સુશાંતના ગયા પછી કદાચ જ કોઈ તેની જગ્યા લઇ શકે. વર્ષ 2012-13માં 150 કરોડની આ મેગા બજેટ ફિલ્મ બનાવવા માટે યશરાજ ફિલ્મ્સમાં આદિત્ય ચોપરા સાથે મારી મુલાકાત થઇ હતી. ત્યારે નક્કી થયું હતું યશરાજ બેનર હેઠળ આ ફિલ્મ 2014માં બનશે. આ ફિલ્મથી અમને ઘણી આશા હતી. આ મેગા બજેટ ફિલ્મ 3-4 વર્ષમાં પૂરી થવાની હતી. પ્રી-પ્રોડક્શનમાં પ્રોડ્યુસરે લગભગ 5થી 7 કરોડ રૂપિયા ખર્ચ્યા પણ હતા અને સુશાંતની ડેટ્સ પણ અમે બ્લોક કરી લીધી હતી.

પાની ફિલ્મ માટે સુશાંતે ઘણી ફિલ્મો છોડી
શેખરે કહ્યું હતું, ફિલ્મ માટે થતી મીટિંગ દરમ્યાન અમે ઘણા ક્લોઝ ફ્રેન્ડ્સ બની ગયા અને અંગત જીવનની વાતો સાથે ક્વોન્ટમ ફિઝિક્સથી લઈને દરેક પ્રકારની વાતો કરવા લાગ્યા હતા. તેના રોલ વિશેની દરેક નાની-મોટી વાત મને પૂછતો હતો. તેણે આ પ્રોજેક્ટ માટે ઘણી ફિલ્મોની ઓફર રિજેક્ટ કરી દીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shekhar Kapur Wrote God Willing Paani Will Get Made One Day If It Does, I Will Dedicate It To Sushant


from Divya Bhaskar https://ift.tt/3jyVir6
https://ift.tt/2OQovj6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...