Monday, July 13, 2020

એક્ટરે પરિવારના સભ્યો માટે પ્રાર્થના કરનાર ચાહકોનો આભાર માન્યો, કહ્યું- સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર શબ્દ નથી આને ગંભીરતાથી લો

અનુપમ ખેરે એક વીડિયો શૅર કરીને તેમની માતા તથા પરિવારના ત્રણ સભ્યો માટે પ્રાર્થના કરનાર ચાહકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તેમની માતા હાલમાં આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે ચાહકોને સોશિયલ ડિસ્ટન્સિંગને ગંભીરતાથી લેવાનું અને તેનું પાલન કરવાનું કહ્યું છે.

વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મિત્રો,મારી માતા દુલારી, ભાઈ રાજુ, ભાભી તથા ભત્રીજી માટે તમે પ્રેમ તથા શુભેચ્છા મોકલી છે. તેના માટે હૃદયપૂર્વક તમારો આભાર વ્યક્ત કરું છું. તમારા પ્રેમ ભરેલાં સંદેશાઓએ મને શક્તિ આપી છે. હું કહેવા ઈચ્છીશ કે SocialDistancing માત્ર શબ્દ નથી પરંતુ તેની વાસ્તવિકતાને સમજો અને ગંભીરતાથી લો.’

પ્રાર્થના કરનારનો દિલથી આભાર
વીડિયોમાં અનુપમે કહ્યું હતું, ‘થેંક્યૂ, આભાર, ઘણો-ઘણો જ ધન્યવાદ મારા પ્રેમાળ મિત્રો, તમારા મેસેજ માટે, આશીર્વાદ માટે. સોશિયલ મીડિયા પર, પર્સનલ મેસેજમાં હું તમામને જવાબ આપી શકું તેમ નથી. જોકે, હું દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું.’

તમારા મેસેજથી સકારાત્મકતા મળી
અનુપમે કહ્યું હતું, ‘જ્યારે પરિવારના ચાર સભ્યો કોરોનાવાઈરસનો ભોગ બને તો ડર લાગે છે, મનના એક ખૂણામાં ઉદાસી છવાઈ જાય છે પરંતુ આવા સમયે તમારા લોકોનો પ્રેમ મળ્યો, તમારી સાંત્વના મળી અને તેનાથી હિંમત આવી અને પોઝિટિવિટીનો અહેસાસ થયો.’

માતાને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા
વધુમાં અનુપમે કહ્યું હતું, ‘મમ્મીને હવે આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. રાજુ તથા તેનો પરિવાર હોમ ક્વૉરન્ટીન છે અને મને વિશ્વાસ છે કે તેઓ સારા ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. તેઓ જલ્દીથી ઠીક થઈ જશે. તમે જે પ્રેમ આપ્યો તેના માટે દિલથી આભાર.’

સોશિયલ ડિસ્ટન્સિંગ માત્ર શબ્દ નથી
અનુપમે આગળ કહ્યું હતું, ‘એક વાત કહેવા માગીશ કે આ જે સોશિયલ ડિસ્ટન્સિંગ તથા સ્ટે સેફ જેવા શબ્દો છે, તે માત્ર એક્સપ્રેશન્સ નથી પરંતુ વાસ્તિવકતા છે. આને ગંભીરતાથી લેવાની જરૂર છે. મિત્રો, આ ઘણું જ જરૂરી છે. હવે શું થયું? કહેવામાં આવે છે કે લોકો વિચારે છે કે આપણે એકબીજાથી દૂર રહીને વાત કરીએ. લોકો આના પર થોડાં રિલેક્સ પણ થઈ ગયા છે અને લોકો આ વાતનેએન્જોય પણ કરી રહ્યાં છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગમાં વાત કરીએ છીએ અને આપણે માસ્ક પણ પહેરીએ છીએ.’

વાઈરસ એક ગંભીર સમસ્યા
‘ના, મને નથી લાગતું કે આ રીતે કામ ચાલશે. આ વાઈરસ એક ગંભીર સમસ્યા છે. જો તમારે જરૂર ના હોય તો કામ વગર બહાર ના જાઓ. ચાર મહિના બાદ બધું ઠીક થઈ ગયું, જો એવું કોઈ માનતું હોય તો ના માનશો. તમે ઘરે રહેશો તો જ ઠીક રહેશો. તે લોકોને પૂછો જેમના ઘરમાં કોરોનાના કેસ આવ્યા હોય. આનેગંભીરતાથી લેવાની જરૂર છે. ફરી એકવાર તમારો આભાર. તમારા પ્રેમ માટે કૃતજ્ઞ છું.’

કામ વગર બહાર ના જાઓ
આ સાથે જ અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખ્યો હતો અને કહ્યું હતું, લૉકડાઉનના ચાર મહિના પસાર થઈ ગયા છે અને તેથી એવું ના વિચારો કે બધું સારું થઈ ગયું. જ્યાં સુધી કોરોનાવાઈરસની કોઈ વેક્સીન નથી આવતી ત્યાં સુધી રાહ જુઓ.

પરિવારના ચાર લોકો કોરોનાનો ભોગ બન્યા
આ પહેલાં 12 જુલાઈએ અનુપમ ખેરે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે માતા દુલારી દેવી, ભાઈ રાજુ, ભાભી રીમા તથા ભત્રીજી વૃંદામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાતો ભાઈનો પરિવાર ઘરમાં જ ક્વૉરન્ટીન છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
anupam kher gave health update of his mother, shifted isolation covid 19 ward


from Divya Bhaskar https://ift.tt/2ZoZamp
https://ift.tt/2ARbMZY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...