લોકપ્રિય ગાયક તથા કમ્પોઝર કૈલાશ ખેરનો આજે એટલે કે સાત જુલાઈના રોજ 47મો જન્મદિવસ છે. દિવ્ય ભાસ્કરે તેમની સાથે ખાસ વાત કરી હતી. તેમણે મ્યૂઝિક માફિયાનો મુદ્દો ઉઠાવીને એગ્રીમેન્ટની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેપોતાનો આલ્બમ બનાવવા માટે મુંબઈ આવ્યા હતાં.
તેમણે કહ્યું હતું, હું ગીત લખું છું, બનાવું છું અને ધૂન પણ જાતે કરું છું પરંતુ આ તમામ બાબતોને એક સાથે કેવી રીતે લાવી શકાય તે મને આવડતું નહોતું. આ જ કારણે હું મુંબઈ આવ્યો હતો. મારી પાસે તમામ વસ્તુઓ હતી પરંતુ આ તમામને એક સાથે લાવીને કેવી રીતે સારું ગીત બનાવી શકાય તેની શોધમાં હું મુંબઈ આવ્યો હતો.
હું અલગ પ્રકારનું સંગીત બનાવવા માટે આવ્યો હતો
કૈલાશે કહ્યું હતું, લોકોને લાગે છે કે કોઈ બીજા શહેર કે ગામડેથી આવ્યું છે તો તે ફિલ્મમાં ગીત ગાવા માટે અથવા સંગીત બનાવવા માટે આવ્યા છે પરંતુ હું તો અલગ પ્રકારનું ગીત તથા અલગ પ્રકારનું સંગીત બનાવવા માટે આવ્યો હતો. આ પ્રકારનું સંગીત ફિલ્મમાં હોતું નથી.
‘જો આપણે ભારતીય સંગીતની વાત કરીએ તો તે અલગ પ્રકારનું છે. તેમાં એક ફિલ્મી સંગીત પણ છે પરંતુ ફિલ્મ સંગીતમાં જ ભારતીય સંગીત આવી જાય છે એવું બિલકુલ નથી. આ વાત મારે લોકોને કહેવી હતી. આ વાત મેં મારા ગીત ‘તેરી દિવાની’થી કહેવાની શરૂ કરી હતી. જો વાત ‘અલ્લાહ કે બંદે’ની વાત કરીએ તો આ ગીત દરેકને પસંદ આવ્યું અને ચાહકોનો ઘણો જ પ્રેમ મળ્યો.’
ચાર વર્ષ બાદ કૈલાશ ખેરનું સપનું પૂરું થયું
તેમણે કહ્યું હતું, ‘હું મુંબઈ આવીને લોકપ્રિય થયો અને પછી જે આલ્બમ બનાવવા માટે મુંબઈ આવ્યો હતો તે બનાવ્યો હતો. જોકે, તે બનાવવામાં મને ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મેં મારી કરિયરના 15 વર્ષમાં 1500 જેટલાં ગીતો ગાયા છે, તેમાં 250 નોન ફિલ્મી ગીત પણ છે.’
‘જ્યારે હું લોકપ્રિય થયો ત્યારે મને એક મ્યૂઝિક કંપનીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તેઓ મારો આલ્બમ બનાવવા માટે તૈયાર છે. જો કોઈ વ્યક્તિ સફળ થઈ છે કે નહીં તે તેણે જાણવું હોય તો તેનો સંકેત ત્યારે મળે છે, જ્યારે બિઝનેસ કરનારા સામેથી તેનો સંપર્ક કરે.’
કરિયરની શરૂઆતમાં ઘણી મુશ્કેલી આવી
સંઘર્ષ પર વાત કરતાં કૈલાશ ખેરે કહ્યું હતું, ‘કરિયરની શરૂઆતમાં તમે સૌથી પહેલાં એગ્રીમેન્ટના ચક્કરમાં ફસાઈ જાવ છો. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના એજન્ટ સેલિબ્રિટી મેનેજર તરીકે ઓળખાય છે. તેઓ દરેક આર્ટિસ્ટને વચન આપે છે કે તે તેમને બ્રેક અપાવશે, ગીત ગાવાની તક આપશે. જ્યારે તમે નવા શહેરમાં હોવ છો ત્યારે તમે આવા લોકો પર વિશ્વાસ મૂકો છો અને આમ પણ તમારી પાસે આના સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ હોતો નથી. આને કારણે તમારા ચાર-પાંચ વર્ષ એમ જ બરબાદ થઈ જાય છે.’
‘હું 22-23 વર્ષનો હતો ત્યારે દિલ્હીમાં મારો બિઝનેસ કરતો હતો. આ સમયે તમારી કેટલીક ઈચ્છાઓ હોય છે અને તમે લોકો પાસેથી અપેક્ષા રાખો છો. જોકે, આ દરમિયાન હું ઈમોશનલ રીતે ઘણો જ ડિસ્ટર્બ થઈ ગયો હતો. ત્યારબાદ હું આલ્બમ બનાવવા માટે મુંબઈ આવી ગયો હતો. જોકે, હું અંગત જીવનમાં એટલો બધો સંઘર્ષ કરી ચૂક્યો હતો કે મુંબઈનો સંઘર્ષ મને ઘણો જ ઓછો લાગ્યો હતો.’
‘તે સમયે મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે જો હું અહીંયા સફળ ના થયો તો દરિયામાં ડૂબી જઈશ. આ પહેલાં પણ એકવાર મેં ગંગા નદીમાં કૂદવાનો વિચાર કર્યો હતો પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો તો ખબર નહીં કેમ હું પાછો આવી ગયો હતો.’
‘મારા મનમાં આ વિચાર આવે છે કે જો મેં મારો જીવ આપી દીધો હોત તો હું મારા પેરેન્ટ્સ, મારા પરિવાર આગળ એ વાત કેવી રીતે સાબિત કરી શક્યો હોતકે નિષ્ફળતા બાદ પણ મહેનત કરવામાં આવે તો સફળતા મળી શકે છે. કદાચ આ જ કારણ છે કે આજે હું અહીં સુધી પહોંચી શક્યો. આ વખતે હું પાંચ નવા સિંગરને તક આપી રહ્યો છું. આ વખતે શો વૂટ પર આવવાનો છે. આ શોને રાજુ શ્રીવાસ્તવ હોસ્ટ કરશે.’
‘નઈ ઉડાન’ની શરૂઆત થઈ
‘મેં પ્રતિજ્ઞા લીધી છે કે જે સંઘર્ષ મેં કર્યો તે અન્ય લોકોએ ના કરવો પડે અને તે માટે હું દર વર્ષે મારા જન્મદિવસ પર નવા કલાકારોને તક આપીશ. આ રીતે મેં ‘નઈ ઉડાન’ની શરૂઆત કરી હતી. છેલ્લાં ચાર વર્ષથી હું નવા કલાકારોને તક આપું છું.’
‘મુંબઈ આવ્યો તે પહેલાં ક્યારેય મેં મારો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો નથી. અહીંયા આવ્યા બાદ શરૂઆતમાં કેટલાંક મિત્રોએ જન્મદિવસ મનાવવાની શરૂઆત કરી હતી. જોકે, આ વાત મને પસંદ આવી નહોતી. મને એવું લાગતું હતું કે કોઈ મને ગાઈડ કરે છે અને હું મૂર્ખની જેમ તેમ કરું છું.’
‘કેટલાંક સમય બાદ મેં નક્કી કર્યું કે હું મારો જન્મદિવસ કેક કાપીને સેલિબ્રેટ કરીશ નહીં પરંતુ નવા કલાકારોને તક આપીને તેમની સફળતાનો રસ્તો સરળ બનાવવામાં તેમની મદદ કરીશ, તેમને આગળ વધવાની તક આપીશ.’
મ્યૂઝિક કંપનીઓ હેરાન કરે છે
સ્ટ્રગલ અંગે વાત કરતાં કૈલાશે કહ્યું હતું, ‘અનેકવાર એવું બન્યું કે અમે ઘણી મ્યૂઝિક કંપનીઓ પાસે ગયા અને અમે રિજેક્ટ થયા છીએ. હું એક કંપનીનું નામ તો નહીં પરંતુ કહેવા માગીશ કે જ્યારે અમે અમારા ગીતો સાથે તે કંપની પાસે ગયા તો પહેલાં તો કંઈ ના કહ્યું પરંતુ અમને બહુ જ રાહ જોવડાવી અને દર વખતે કોઈને કોઈ બહાનું આપીને રિજેક્ટ કરી દેતા હતા.’
એગ્રીમેન્ટ કરીને વર્ષો બરબાદ કરે છે
‘મ્યૂઝિક કંપનીઓ તમારી પાસે એગ્રીમેન્ટ કરાવીને તમને વર્ષો સુધી બાંધીને રાખે છે અને તમને કામ આપતી નથી. જો તમે જાતે જ પર્ફોર્મ કરવા લાગો અથવા કામ કરવા લાગો તો આ કંપની નોટિસ મોકલે છે. તમે જે કંપની સાથે ગાતા હોય તેને નોટિસમાં એવું કહે છે કે આ સિંગર અમારી કંપનીનો છે અને તમે અમારી પરવાનગી વગર તેની પાસે ગીત ગવડાવી શકો નહીં. આ જ કારણે મેં ‘નઈ ઉડાન’ની શરૂઆત કરી હતી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NY4RRI
https://ift.tt/2ZNVJEI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!