Tuesday, July 14, 2020

એક્ટરના અવસાનને એક મહિનો, મુંબઈ પોલીસ ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ બનાવશે, દાવો- હજી સુધી કંઈ જ ખાસ મળ્યું નથી

14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આજે એટલે કે 14 જુલાઈના રોજ સુશાંતની આત્મહત્યાને એક મહિનો થઈ ગયો. સુશાંત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સોમવાર (13 જુલાઈ)ના રોજ સુશાંત સુસાઈડ કેસમાં લેટેસ્ટ અપડેટમાં મુંબઈ પોલીસ ફોરેન્સિક ટીમના પાંચ સભ્યોને મળી હતી. સૂત્રોના મતે, આગામી 15 દિવસમાં ફોરેન્સિક ટીમ પોલીસને રિપોર્ટ આપશે.

ન્યૂઝપેપર DNAના સમાચાર પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે જો જરૂર પડી તો વધુ કેટલાંક લોકોના નિવેદન લેવામાં આવશે. આટલું જ નહીં આગામી 15-20 દિવસની અંદર પોલીસ આ લોકોને બોલાવી શકે છે. આ ઉપરાંત તપાસ તથા ફોરેન્સિક પુરાવામાંથી હજી સુધી એવું કંઈ જ ખાસ મળ્યું નથી.

સુશાંતની આત્મહત્યા બાદ તેના ચાહકો, સેલેબ્સ તથા નેતાઓએ આ કેસની CBI તપાસની માગણી કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવવાને કારણે અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે, લોકોને શંકા છે કે સુશાંતની હત્યા થઈ છે.

હાલમાં જ MeToo આંદોલન દરમિયાન તનુશ્રી દત્તાના વકીલ નીતિન સતપુતેએ કહ્યું હતું કે પહેલી નજરે ભલે સુશાંતનું અવસાન આત્મહત્યા લાગે પરંતુ તર્ક તથા તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી શકે છે. સતપુતેએ કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીએ સુશાંતને એકલો પાડી દીધો હતો. આ વાત યોગ્ય નથી. નેપોટિઝ્મનું ટોર્ચર તેણે સહન કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case: A month after the actor's death, Mumbai police will soon make a final report, claims - nothing special has been found yet


from Divya Bhaskar https://ift.tt/2Zqzjuk
https://ift.tt/2OjlGXs

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...