Monday, July 6, 2020

ભારત-ચીનના ગલવાન ઘાટીના વિવાદ વચ્ચે આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં નહિ કરે

ભારત અને ચીનની વચ્ચે આવેલ ગલવાન ઘાટીના વિવાદની અસર આમિર ખાનની નેક્સ્ટ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર પડી છે. આમિરે ફિલ્મનું લદ્દાખમાં શૂટિંગ કેન્સલ કરી દીધું છે. ન્યૂઝ વેબસાઈટ મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે, આમિરે ડિરેક્ટર અદ્વૈત ચંદન અને પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત દરમિયાન લદ્દાખમાં શૂટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. આ શૂટિંગ હવે કારગિલમાં થાય તેવી શક્યતા છે.

‘કાસ્ટ અને ક્રૂ માટે કોરોનાનું કોઈ જોખમ લેવા માગતો નથી’
સૂત્રો પ્રમાણે, હાલ લદ્દાખમાં શૂટિંગ થઇ શકે તેવી કોઈ જ શક્યતા નથી. તેવામાં આમિર, અદ્વૈત ચંદન અને પ્રોડક્શન હાઉસ શૂટિંગને કારગિલમાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છે. અંતિમ નિર્ણય અમુક અઠવાડિયાંમાં લેવામાં આવશે. થોડા દિવસ પહેલાં આમિરના ઘરના સ્ટાફ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને તે સમયથી આમિર થોડો વધારે ડરેલો પણ છે. તે કાસ્ટ અને ક્રૂ માટે કોરોનાનું કોઈ જોખમ લેવા માગતો નથી.

વધુમાં આમિરનું કહેવું છે કે, જે દેશો કોરોના વાઈરસના સમયમાંથી પસાર થઇ ગયા છે અને હાલ તેને ગંભીર નથી લઇ રહ્યા ત્યાં ફરીથી વાઈરસે નુકસાન પહોંચાડવાનું શરુ કરી દીધું છે. તેવામાં શૂટિંગમાં ઉતાવળ કરીને કોઈ રિસ્ક લેવાના પક્ષમાં નથી.

લોકડાઉનને લીધે શૂટિંગ અટક્યું
ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં ચાલી રહ્યું હતું, પરંતુ માર્ચ મહિનાથી લોકડાઉનને લીધે તેને બંધ કરવું પડ્યું છે. આ ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર પણ લીડ રોલમાં દેખાશે.

હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રીમેક
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રીમેક છે. આ ફિલ્મે છ ઓસ્કર જીત્યા હતા, જેમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર સામેલ છે.
ઓરિજીનલ ફિલ્મમાં ફોરેસ્ટનું મગજ ઓછું કામ કરે છે તેમ છતાં તે સફળ થાય છે અને ફેમસ થઇ જાય છે, પરંતુ તેનો સાચો પ્રેમ તેને છોડીને જતો રહે છે. ટોમ હેન્કસને તેના માટે બીજી વાર બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ લેખક વિન્સ્ટન ગ્રૂમની વર્ષ 1986માં આવેલી નવલકથા પર આધારિત હતી. હિન્દી રીમેકમાં આમિર ખાન ટોમનો રોલ પ્લે કરશે.

આમિર ખાન છેલ્લી ફિલ્મ ‘થગ્સ ઓફ હિન્દુસ્તાન’માં દેખાયો હતો. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કેટરીના કેફ અને ફાતિમા સના શેખ લીડ રોલમાં હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aamir Khan cancels Ladakh schedule of Laal Singh Chaddha post India & China clash, may shift shoot to Kargil


from Divya Bhaskar https://ift.tt/3dWAyFG
https://ift.tt/38vVSAB

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...