Saturday, July 25, 2020

હોસ્પિટલમાં પણ અમિતાભની દિનચર્યા ઘર જેવી, દિવસની શરૂઆત યોગથી કરે, સૂતા પહેલા બ્લોગ લખવાનું ભૂલતા નથી

અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. 11 જુલાઈના રોજ અમિતાભ તથા અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલમાં દાખલ અમિતાભ રોજ સવારે યોગ તથા હળવી કસરતો કરતા હોય છે. તેઓ સોશિયલ મીડિયાની મદદથી ચાહકોના સંપર્કમાં રહે છે.

હોસ્પિટલમાં રહીને પણ અમિતાભ રોજ બ્લોગ અપડેટ કરે છે. વહુ ઐશ્વર્યા તથા પૌત્રી આરાધ્યા પણ આ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પૂરો પરિવાર એક જ ફ્લોર પર અલગ-અલગ રૂમમાં છે. પરિવાર એકબીજાને મળી શકતો નથી પરંતુ ફોનથી સંપર્કમાં રહે છે.

અમિતાભની પૂરી રીતે ઠીક
અમિતાભની દેખરેખ રાખતા સૂત્રોએ કહ્યું હતું કે તેઓ પૂરી રીતે સ્વસ્થ છે. સામાન્ય કોરોનાના દર્દીઓની જેમ બિગ બીને પણ સાત દિવસની સારવાર બાદ 10 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે. કોરોનાના તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે.

હોસ્પિટલના ચાર ડોક્ટર બચ્ચન પરિવારની સારવાર કરે છે. આ સાથે જ હોસ્પિટલનો પૂરો સ્ટાફ ખાસ દર્દીઓની દરેક જરૂરિયાતાનું ધ્યાન રાખે છે. બહારની કોઈ પણ વ્યક્તિને વોર્ડમાં જવાની પરવાનગી નથી. જો પરિવારને કોઈ વસ્તુની જરૂર પડે તો ડ્રાઈવર હોસ્પિટલના દરવાજા સુધી જરૂરી સામાન પહોંચાડે છે. જયા બચ્ચન ઘરમાં જ આઈસોલેશનમાં છે.

તમામ બંગલા સેનિટાઈઝ કરવામાં આવ્યા
મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે તેમણે બચ્ચન પરિવારના બંગલાઓ સેનિટાઈઝ કરાવ્યા છે અને પરિવાર આ વાતથી સંતુષ્ટ છે.

બિગ બી પ્રોફેશનલ કમિટમેન્ટ્સનું પણ ધ્યાન રાખી રહ્યા છે
અમિતાભની ‘ગુલાબો સિતાબો’ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હતી. હવે અમિતાભની ‘ઝુંડ’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થાય તેમ માનવામાં આવે છે. ‘ચેહરે’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે નહીં. અમિતાભ પૂરી રીતે ઠીક થઈ જશે ત્યારબાદ તેઓ ‘કેબીસી’નું શૂટિંગ શરૂ કરે તેવી સંભાવના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Even at the hospital, Amitabh's daily routine is like home, starting the day with yoga, don't forget to blog before going to bed


from Divya Bhaskar https://ift.tt/2CN2qPR
https://ift.tt/2CN6Xll

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...