સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસે બિલ્ડિંગના CCTV ફુટેજ લીધા છે. આ બિલ્ડિંગમાં સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. જોકે, પોલીસને એક્ટરના ઘરમાં CCTV કેમેરા મળ્યાં નથી.
સુશાંતની એક્ટ્રેસ મિત્રની પૂછપરછ થઈ શકે છે
આ કેસમાં બીજું સૌથી મોટું અપડેટ એ છે કે પોલીસ સુશાંતની એક એક્ટ્રેસ મિત્રને પૂછપરછ માટે બોલાવી શકે છે. સૂત્રોના મતે, પોલીસે સુશાંત કેસમાં છપાયેલા સમાચારને લઈ કેટલાંક પત્રકારોની પૂછપરછ કરી હતી અને તેમની પાસેથી એ માહિતી મળી કે તેમને એક એક્ટ્રેસે આ માહિતી આપી હતી. અત્યાર સુધી એક્ટ્રેસને પોલીસે બોલાવી નથી. જોકે, માનવામાં આવે છે કે ટૂંક સમયમાં પોલીસ તેનું નિવેદન રેકોર્ડ કરશે. એક્ટ્રેસ પોતાને સુશાંતની મિત્ર કહે છે. સુશાંતના અંતિમ સંસ્કારમાં પણ તે જોવા મળી હતી. પોલીસ જાણવા માગે છે ક એક્ટ્રેસે પત્રકારોને જે માહિતી આપી હતી તેની પાછળ કોઈ હેતુ છે કે નહીં.
અત્યાર સુધી 34 લોકોના નિવેદન લીધા
14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં પંખા સાથે લટકીને સુશાંતે આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે એક્ટરનું અવસાન શ્વાસ રુંધાવવાને કારણે થયું છે. જોકે, સુશાંતે આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મુંબઈ પોલીસ પહેલાં દિવસથી સતત આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી 34 લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી
યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારી તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. શાનુ શર્માને પોલીસે બીજીવાર બોલાવી છે.
છ જુલાઈના રોજ પોલીસે સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી.પોલીસે ફિલ્મમેકરને 30થી 35 સવાલો પૂછ્યાં હતાં. ભણસાલીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે સુશાંતને ચાર ફિલ્મ ઓફર કરી હતી પરંતુ એક્ટરે સામેથી ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી.
પોલીસ શેખર કપૂર તથા એક્ટ્રેસ કંગના રનૌતની પણ પૂછપરછ કરી શકે છે. કંગનાએ કહ્યું હતું કે સુશાંતે બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મને કારણે આત્મહત્યા કરી હતી. શેખર કપૂરે પણ આવી જ વાત કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3f8uRFQ
https://ift.tt/3iBFinJ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!