Monday, July 6, 2020

પવિત્ર રિશ્તાને યુટ્યુબ પરથી હટાવવામાં નથી આવી, સુશાંતની ફિલ્મો પણ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે

અભિનેતા સુશાંત સિંહના મૃત્યુ પછી સતત ઈન્ડસ્ટ્રીમાં થતા આઉટસાઈડર એક્ટર્સના શોષણના કેસ સામે આવી રહ્યા છે. એક મોટો વર્ગ સુશાંતના કેસની તપાસ માટે CBIની માંગ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક તત્વો સુશાંતને લઈને ખોટા સમાચાર વાઈરલ કરી રહ્યા છે.

શું વાઈરલઃ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુટ્યુબ પરથી સુશાંત સિંહ રાજપૂતની લીડ રોલવાળી સિરિયલ 'પાવિત્ર રિશ્તા'ના તમામ એપિસોડ ડિલીટ કરવામાં આવ્યા છે. તેમજ OTT પ્લેટફોર્મ પરથી પણ 'એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી' સહિત સુશાંતની તમામ ફિલ્મોને ઈન્ટરનેટરથી હટાવી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પ્રકારની ટ્વિટ કરવામાં આવી રહી છે

ફેક્ટ ચેકની તપાસ

  • પહેલો દાવો છે કે યુટ્યુબ પરથી પવિત્ર રિશ્તાના એપિસોડ ડિલીટ કરવામાં આવ્યા છે. તેની તપાસ માટે અમે ZEE ટીવીની યુટ્યુબ ચેનલ પર પવિત્ર રિશ્તાના એપિસોડ ચેક કર્યા. અહીં આ સિરિયલના ઘણા એપિસોડ ઉપલબ્ધ છે.
  • ZEE ટીવીની યુટ્યુબ ચેનલ પર પવિત્ર રિશ્તાના તમામ એપિસોડ સીક્વન્સમાં નથી. પરંતુ ZEEના OTT પ્લેટફોર્મ ZEE5 પર સિરિયલના તમામ એપિસોડ સીક્વન્સમાં ઉપલબ્ધ છે.
  • સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પવિત્ર રિશ્તા સિરિયલને ઓનલાઈન જોવા માટે દર્શકોની સંખ્યામાં વધારો થયો હતો. તેને ધ્યાનમાં રાખતા ZEE ટીવીએ સિરિયલને પોતાના OTT પ્લેટફોર્મ લોન્ચ કરી છે.
  • પવિત્ર રિશ્તામાં પૂર્વી દેશમુખની ભૂમિકા કરનારી આશા નેગીએ ઈન્સ્ટાગ્રામ પર ગત સપ્તાહે એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેમાં તેમણે ZEE5 પર પવિત્ર રિશ્તાને લોન્ચને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. આ વીડિયોથી સ્પષ્ટ થાય છે કે પવિત્ર રિશ્તા તાજેતરમાં ZEEના OTT પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવી છે.
  • સ્પષ્ટ છે કે ZEE ટીવીએ પવિત્ર રિશ્તા સિરિયલને ઈન્ટરનેટથી હટાવી નથી પરંતુ તેને ફરીથી લોન્ચ કરવામાં આવી રહી છે.
  • બીજો દાવો સુશાંતની ફિલ્મોને ઈન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, સુશાંતની ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી' હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. નેટફ્લિક્સ પર તેની ફિલ્મ છિછોરે અને ડ્રાઈવ પણ છે. 'એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી' યુટ્યુબ પર પણ છે. જેને દર્શકો ફ્રીમાં જોઈ શકે છે. આ રીતે ઈન્ટરનેટ પરથી સુશાંતની ફિલ્મો હટાવવાનો દાવો ખોટો છે.

નિષ્કર્ષઃ ન તો સુશાંત સિંહ રાજૂપતની સિરિયલ પવિત્ર રિશ્તાને ઈન્ટરનેટ પરથી દૂર કરવામાં આવી છે. ન તો તેમની ફિલ્મોને. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા ખોટા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sacred Relationship has not been removed from YouTube, Sushant's films are also available on OTT platform


from Divya Bhaskar https://ift.tt/3f4Wcc2
https://ift.tt/38wBkZ1

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...