Wednesday, July 8, 2020

વરુણ અને સારા સ્ટારર ફિલ્મ કૂલી નંબર 1 આવતા વર્ષે રિલીઝ થશે, મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટ 1 જાન્યુઆરી નક્કી કરી

કોરોના મહામારીને કારણે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણરીતે અસ્ત વ્યસ્ત થઇ ગઈ છે. અમુક ફિલ્મનું શૂટિંગ અટકી ગયું છે તો અમુક ફિલ્મ પૂરી થઇ ગઈ હોવા છતાં રિલીઝ થઇ શકી નથી. હવે બધા મેકર્સ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે અથવા તો ફિલ્મની રિલીઝ આવતા વર્ષ માટે પોસ્ટપોન કરી રહ્યા છે. અજય દેવગણની ફિલ્મ મૈદાન પછી વરુણ ધવન સ્ટારર કૂલી નંબર 1 પણ આવતા વર્ષે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઘણા દિવસોથી એવા રિપોર્ટ્સ હતા કે સારા અલી ખાન અને વરુણ ધવનની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જોકે મેકર્સ આ માટે સહમત નથી. બોલિવૂડ હંગામાની એક રિપોર્ટ અનુસાર ફિલ્મના મેકર્સે હાલમાં જ એક મીટિંગ રાખી હતી. તેમાં ફિલ્મની રિલીઝ ડેટને લઈને ચર્ચા કરવામાં આવી. બધાની સહમતીથી ફિલ્મને આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રિપોર્ટ મુજબ ફિલ્મ 1 જાન્યુઆરી, 2021માં રિલીઝ કરવામાં આવશે.

કૂલી નંબર 1 ફિલ્મ અગાઉ 1 મેના રિલીઝ થવાની હતી પણ લોકડાઉનને કારણે રિલીઝ અટકાવી દેવામાં આવી. આ સિવાય અજય દેવગણની મૈદાન ફિલ્મ પણ આવતા વર્ષ ઓગસ્ટ સુધી ધકેલાઈ ગઈ છે. હાલની સ્થિતિ અનુસાર અન્ય ફિલ્મ્સ પણ આવતા વર્ષે ધકેલાઈ શકે તેવી સંભાવના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Varun Sara's Coolie No 1 film to be released next year, makers decide new release date for the film


from Divya Bhaskar https://ift.tt/38zcGa6
https://ift.tt/3e76kzF

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...