સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી કરન જોહર પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. આ વાતથી કરન જોહર નાસીપાસ થઈ ગયો છે. કરન હાલમાં કોઈની પણ સાથે વાત કરવાની સ્થિતિ નથી. કરનને જ્યારે કોઈ ફોન કરે છે તો તે રડવા લાગે છે. તે એક જ સવાલ કરે છે કે શું તે આ બધું ડિઝર્વ કરે છે. રિપોર્ટ પ્રમાણે, કરનના એક નિકટના મિત્રે આ દાવો કર્યો હતો.
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામામાં કરનના નિકટના મિત્રના હવાલેથી લખવામાં આવ્યું હતું, કરન પૂરી રીતે ભાંગી પડ્યો છે. તેને વર્ષોથી ટ્રોલ કરવામાં આવે છે અને તે વિચારતો હતો કે કરન પર આની કોઈ અસર થતી નથી. જોકે, સુશાંતના અવસાન બાદ કરને પોતાને લઈ જે નફરત જોઈ તેનાથી તે અંદરથી તૂટી ગયો છે.
બાળકોને જાનથી મારી નાખવાની ધમકી મળે છે
રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે, કરનની સાથે તેના નિકટના સાથીઓને પણ આડેહાથ લેવામાં આવી રહ્યાં છે. આથી જ કરન પોતાને દોષિત માને છે. તેના ત્રણ વર્ષના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી મળે છે. અનન્યા પાંડે જેવા લોકો સોશિયલ મીડિયા પર નફરતનો ભોગ બની રહ્યાં છે. આ લોકોને સુશાંતની ખોટની ભરપાઈ કરવા માટે આત્મહત્યા કરવાનું કહેવામાં આવી રહ્યું છે. સાચી વાત એ છે કે અનન્યાનું સુશાંત સાથે કોઈ કનેક્શન પણ નહોતું.
વકીલે કરનને ચૂપ રહેવાની સલાહ આપી
કરન આ મુદ્દે સામે આવીને કોઈ નિવેદન આપશે? આના જવાબમાં કરનના મિત્રે કહ્યું હતું, ના. તેના વકીલે સલાહ આપી છે કે આ કેસમાં ચૂપ રહેવું જ સારું છે. કરન કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી. તેની હાલત નસીબના વાંકે જીવતા વ્યક્તિ જેવી થઈ ગઈ છે.
કરન સાથે વાત કરવાનો અનુભવ હાલમાં સુખદ રહ્યો નથી. જ્યારે પણ અમે તેને ફોન કરીએ તો તે રડી પડે છે અને પૂછે છે કે શું તે આ બધાને ડિઝર્વ કરે છે? મિત્રે એમ પણ કહ્યું હતું કે તેને કરનને લઈ ડર લાગે છે.
કરન 25 દિવસથી સોશિયલ મીડિયાથી દૂર
કરન છેલ્લાં 25 દિવસથી ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામથી દૂર છે. કરને 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ પાઠવતી અંતિમ પોસ્ટ કરી હતી. કરને અફસોસ વ્યક્ત કર્યો હતો અને પોતાની જાતને દોષિત માની હતી કે તે છેલ્લાં એક વર્ષથી સુશાંતના સંપર્કમાં રહી શક્યો નહીં.
કરને પોતાની પોસ્ટમાં કહ્યું હતું, છેલ્લાં એક વર્ષથી તારા સંપર્કમાં ના રહેવા બદલ હું મારી જાતને દોષી માનું છું. મેં અનેકવાર એ વાત અનુભવી કે તમને તમારી વાત શૅર કરવા માટે અનેક લોકોની જરૂર પડે છે. જોકે, ક્યાંકને ક્યાંક આ વાત હું મારા જીવનમાં અમલી બનાવી શક્યો નહીં. આ ભૂલ હવે હું બીજીવાર કરીશ નહીં.
આપણી આસપાસ ઘણી જ એનર્જી તથા ઘોંઘાટ છે તેમ છતાંય આપણે એકલા છીએ. આપણામાંથી કેટલાંક લોકો આ મૌન સામે ઝૂકી જાય છે અને આશા છોડી દે છે. આથી જ આપણે માત્ર સંબંધો જ નથી બનાવતા પરંતુ સતત તે સંબંધોની સંભાળ લેવાની જરૂર છે.
View this post on InstagramA post shared by Karan Johar (@karanjohar) on Jun 14, 2020 at 4:07am PDT
સુશાંતનું અવસાન મારા માટે મારી સહાનુભૂતિનું સ્તર તથા સંબંધોને પ્રોત્સાહન આપવામાં તથા તેમની રક્ષા માટે મને જગાવનાર સાબિત થયું. મને આશા છે કે તમને બધાને આ વાત સમજાઈ ગઈ હશે. તારો હસતો ચહેરો અને પ્રેમથી તારું ભેટી પડવું...હંમેશાં યાદ આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Z8NjJ1
https://ift.tt/2BRdcnL
No comments:
Post a Comment
If you have any doubts please let me know!