Thursday, July 23, 2020

અક્ષય કુમારને ‘અતરંગી રે’ના 14 દિવસના શૂટિંગ માટે 27 કરોડ રૂપિયા મળશે, ફિલ્મમાં અક્કીનો સ્પેશિયલ રોલ

અક્ષય કુમાર આવતા મહિને ઈંગ્લેન્ડમાં ‘બેલ બોટમ’ના શૂટિંગ કરશે. આ ફિલ્મના શૂટિંગ બાદ અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કરશે. ધનુષ-સારા સ્ટારર આ ફિલ્મમાં અક્ષય કુમારનો સ્પેશિયલ રોલ છે. અક્ષય કુમારને આ ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા મળ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મ માટે અક્ષય કુમાર માત્ર બે અઠવાડિયા એટલે કે 14 દિવસ જ શૂટિંગ કરવાનો છે.

રીતિક રોશને ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી
વેબ પોર્ટલ પિંકવિલામાં કહેવામાં આવ્યું છે કે આનંદ એલ રાય પોતાની ફિલ્મ માટે લીડિંગ એક્ટરની શોધમાં હતા. આ રોલ સ્પેશિયલ તથા મહત્ત્વનો હતો. સૌ પહેલાં તેમણે રીતિક રોશનને આ રોલ ઓફર કર્યો હતો. જોકે, રીતિકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયને બહુ જ માન આપે છે અને તેથી જ તેણે આ રોલ તરત જ સ્વીકારી લીધો હતો. અક્કીએ માત્ર બે અઠવાડિયા જ શૂટિંગ કરવાનું છે.

અક્ષય કુમાર નવ નંબરને લકી માને છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અક્ષય કુમારનેઆ ફિલ્મ માટે 27 કરોડ રૂપિયા મળ્યા છે. અક્ષય કુમાર નવ નંબરને લકી માને છે અને તેથી જ ફીનીરકમનું ટોટલ 9 થતું હોય તે રીતે ફી લેતો હોય છે. આ પહેલાં એવી ચર્ચા હતી કે અક્ષય કુમાર એક દિવસના એક કરોડ રૂપિયા લે છે. આ રીતે આનંદ એલ રાયની ફિલ્મ માટે અક્ષયને 14 કરોડ રૂપિયા મળવા જોઈએ પરંતુ આનંદ એલ રાયે બેગણી ફી આપી છે.

અક્ષયની અપકમિંગ ફિલ્મ
અક્ષય કુમારે લૉકડાઉન દરમિયાન સરકારી જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. અક્ષય કુમાર કોરોનાકાળમાં વિદેશમાં જઈને શૂટિંગ કરનારો પહેલો બોલિવૂડ એક્ટર છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ કરશે. અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ઉપરાંત રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar to get Rs 27 crore for 14 days shooting of 'Atrangi Re


from Divya Bhaskar https://ift.tt/3jv7rgx
https://ift.tt/3hsZeYp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...