Wednesday, July 22, 2020

કોરોનાને કારણે સલમાન ખાન પોતાના ફાર્મહાઉસથી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ને હોસ્ટ કરશે

‘બિગ બોસ 13’ની લોકપ્રિયતા બાદ હવે મેકર્સ 14મી સીઝનમાં વ્યસ્ત છે. હાલમાં આ શોમાં કોણ ભાગ લેશે અને શોનું ફોર્મેટ કેવું હશે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી બચવા માટે સલમાન ખાન આ વર્ષે શોના સેટ પર જશે નહીં પરંતુ પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસથી જ શોને હોસ્ટ કરશે.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે વીકેન્ડના એપિસોડમાં ફેરફાર કરવામાં આવશે. દર અઠવાડિયે શોની એક નાની ટીમ સલમાનના ફાર્મહાઉસ પર જશે અને શોના સ્પર્ધકો સાથે સલમાનને કનેક્ટ કરાવશે. ફિલ્મનું શૂટિંગ હાલમાં બંધ છે અને ફિલ્મ રિલીઝ પણ થતી નથી. એટલે આ વર્ષે કોઈ પણ સેલેબ્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવશે નહીં.

શોમાં લૉકડાઉન કનેક્શન જોવા મળશે
આ વખતે સીઝનમાં મોટો ફેરફાર જોવા મળશે. દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકર્સે ‘બિગ બોસ 14’માં લૉકડાઉનને લઈ અલગ પ્લાન બનાવ્યો છે. ચર્ચા છે કે આ વખતે શોનું નામ ‘બિગ બોસ લૉકડાઉન એડીશન’ રાખવામાં આવશે. આટલું જ નહીં આ વખતે સ્પર્ધકો પોતાની સાથે ઘરની અંદર ફોન પણ લઈ જઈ શકશે. જોકે, હજી આ અંગે વિચારણા ચાલી રહી છે.

‘બિગ બોસ’ની 13મી સીઝન સૌથી લાંબી સીઝન હતી
‘બિગ બોસ’ની 13મી સીઝન અત્યાર સુધીની સીઝન કરતાં સૌથી લાંબી હતી. આ સીઝન 29 સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ થઈ હતી અને ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરી, 2020ના રોજ હતી. આ શોનો વિનર સિદ્ધાર્થ શુક્લા હતો. બીજા નંબર પર અસીમ રિયાઝ તથા ત્રીજા સ્થાને શહેનાઝ ગીલ હતી. આ શોમાં ટીવી સેલેબ્સ પારસ છાબરા, રશ્મિ દેસાઈ, દેવોલિના ભટ્ટાચાર્જી, મધુરિમા તુલી, વિશાલ આદિત્ય સિંહ, આરતી સિંહ, કોએના મિત્રા જોવા મળ્યાં હતાં. આ સીઝન ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.

સલમાન ખાન ફાર્મહાઉસમાં ખેતી કરે છે
લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી સલમાન ખાન પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહેવા આવી ગયો હતો. છેલ્લાં કેટલાંક સમયથી સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં ખેતી કરતો હોય છે. તેણે ખેતીને લગતા વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan to host reality show 'Bigg Boss 14' from his farmhouse due to Corona


from Divya Bhaskar https://ift.tt/3jvu847
https://ift.tt/3eUsO7n

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...