Thursday, July 16, 2020

કુણાલ ખેમુ સ્ટારર કોમેડી ફિલ્મ લૂટકેસનું ટ્રેલર રિલીઝ, ફિલ્મ હોટસ્ટાર પર 31 જુલાઈના સ્ટ્રીમ થશે

કોરોના મહામારીને કારણે થિયેટર બંધ છે અને મેકર્સ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ તેમની ફિલ્મોને રિલીઝ કરી રહ્યા છે. કુણાલ ખેમુ સ્ટારર લૂટકેસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 31 જુલાઈના સ્ટ્રીમ થશે. ફિલ્મનું ટ્રેલર શેર કરતાં કુણાલ ખેમુએ લખ્યું કે, આ લૂટકેસનું પરિણામ નક્કી છે. બધા કહી રહ્યા છે કે આ બેગમાં કંઈક કાળું છે. તમે ખુદ જ જોઈ લો.

આ કોમેડી થ્રિલર ફિલ્મ લૂટકેસમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગલ, રણવીર શોરે, ગજરાજ રાવ અને વિજય રાઝ પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. ટ્રેલરમાં બતાવ્યું છે કે કુણાલ ખેમુને 2000 રૂપિયાની નોટથી ભરેલ એક સૂટકેસ મળે છે જેનો માલિક કોણ છે તે ખબર નથી. તે આ બેગ તેના ઘરે તેના સપના પૂરા કરવાની લાલચમાં લઇ જાય છે પછીથી બધી ગોલમાલ શરૂ થાય છે. ફિલ્મમાં ગજરાજ રાવ લુચ્ચા MLAના રોલમાં છે જ્યારે રણવીર શોરે ઈમાનદાર પોલીસના રોલમાં છે. વિજય રાઝ ડોન છે જે આ બેગને કોઈપણ ભોગે શોધી રહ્યો હોય છે. આ ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી છે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર 7 ફિલ્મની રિલીઝનું અનાઉન્સમેન્ટ થયું હતું જેમાંની એક ફિલ્મ લૂટકેસ છે. આ સિવાય દિલ બેચારા, ભુજ, ધ બિગ બુલ, ખુદાહાફિઝ, સડક 2 અને લક્ષ્મી બોમ્બ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lootcase trailer: Kunal Kemmu keeps Gajraj Rao, Vijay Raaz, Ranvir Shorey guessing in this hilarious comedy


from Divya Bhaskar https://ift.tt/2WrqvCx
https://ift.tt/3fBUyPr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...