સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે શુક્રવારે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની પૂછપરછ કરી. રેશ્મા બોલિવૂડની ટોપ ટેલેન્ટ મેનેજર્સમાંની એક અને સલમાન ખાનની પૂર્વ મેનેજર છે. રિપોર્ટ અનુસાર શુક્રવારે બાંદ્રા પોલીસ સ્ટેશને રેશ્મા સાથે અંદાજે 5 કલાક સુધી સવાલ- જવાબ કર્યા.
રેશ્મા સુશાંતને માત્ર 2 વખત મળી હતી
રેશ્માએ બોલિવૂડમાં ઘણા મોટા સ્ટાર્સ અને ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું છે માટે પોલીસ તેની પાસેથી જાણવા ઇચ્છતી હતી કે ઇન્ડસ્ટ્રીમાં સુશાંત વિરુદ્ધ કોઈ ગ્રુપીઝમ તો ન હતું. રેશ્મા મુજબ, તેને એ પણ ખ્યાલ નથી કે કોઈ સુશાંતને જાણી જોઈને ટાર્ગેટ કરી રહ્યું હતું.
રેશ્મા અક્ષય કુમારનું કામ સંભાળે છે
રેશ્મા બોલિવૂડની લીડિંગ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની મેટ્રિક્સ ચલાવે છે. આ કંપની હેઠળ તેણે ઘણા સમય સુધી સલમાન ખાનનું કામ સંભાળ્યું અને તેની ઘણા પ્રકારની ડીલ અને ફિલ્મ્સ ફાઇનલ કરાવી. તેઓ 2017માં અલગ થઇ ગયા હતા.
હાલ તે અક્ષય કુમારનું કામ સંભાળે છે. આ સિવાય તે કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને બીજા ઘણા બોલિવૂડ સેલેબ્સ માટે પણ કામ કરે છે. તે ફિલ્મોની સાથે સેલેબ્સની એન્ડોર્સમેન્ટ ડીલ પણ કરાવે છે.
અત્યારસુધી 35 લોકોની પૂછપરછ
અત્યારસુધી 35 લોકોના સ્ટેટમેન્ટ લેવાઈ ગયા છે. તેમાં સુશાંતના ઘરનો સ્ટાફ, મેનેજર, પીઆર ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર અને પરિવારના સભ્ય સામેલ છે.
યશરાજ ફિલ્મ્સના અમુક પૂર્વ અધિકારી અને કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ચૂક્યા છે. બીજા અધિકારીઓની પણ પૂછપરછ થશે. શાનુને પણ બીજીવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી શકે છે.
CBI તપાસની માગ
સુશાંત સિંહના ફેન્સ મહારાષ્ટ્ર, બિહાર અને ભારત સરકાર પાસે આ કેસમાં CBI તપાસની માગ કરી રહ્યા છે. ભાજપ સાંસદ રૂપા ગાંગુલી અને એક્ટર શેખર કપૂરે પણ આ માગ કરી છે.
હવે આ પહેલમાં ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી પણ જોડાઈ ચૂક્યા છે. તેમણે વકીલ ઇશકરણ સિંહ ભંડારીને આ કેસના ફેક્ટ્સ ચેક કરવા માટે કહ્યું છે જેથી તેમને ખબર પડે કે આ કેસમાં CBI તપાસની જરૂર છે કે નહીં?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ekBDHi
https://ift.tt/3fkzOvj
No comments:
Post a Comment
If you have any doubts please let me know!