Saturday, July 18, 2020

7 દિવસથી હોસ્પિટલમાં એડમિટ બિગ બીએ લખ્યું- જીવનની ભાગદોડમાં સમય ક્યા મળ્યો, હવે મળી રહ્યો છે

7 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં એડમિટ અમિતાભ બચ્ચન અનુસાર તેમણે જે કર્યું, કહ્યું અને માન્યું તેમાં શું સાચું શું ખોટું તે સમજવાનો હવે સમય મળી રહ્યો છે. બિગ બીએ તેમના બ્લોગમાં આ વાત કરી છે. તેમણે પિતા ડો.હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ લખી છે જેમાં જીવનની ભાગદોડને કારણે સમય ન મળવાની વાત કરી છે.

અમિતાભે લખ્યું છે,
જીવન કી આપા ધાપી મેં કબ વક્ત મિલા, કુછ દેર કહીં પર બૈઠ કભી યે સોચ સકૂં
જો કિયા, કહા, માના, ઉસમેં ક્યા બુરા ભલા....
- હરિવંશ રાય બચ્ચન

હવે મળી રહ્યો છે

અને આ સમયમાં મનમાં ઘટનાઓના શબ્દોને ટ્રેસ કર્યા। ઘટનાઓ જે સ્પષ્ટપણે થઇ શકે છે, જેની કલ્પના કોઈપણ કરી શકે છે. વિશિષ્ટ, સટીક અને સ્પષ્ટતા સાથે. અને તમને આશ્ચર્ય છે. આશ્ચર્ય છે કે તેનું પરિણામ શું આવ્યું? તમને આશ્ચર્ય છે કે આને અલગ રીતે કરવાની જરૂર હતી કે નહીં? પરંતુ તમે આશ્ચર્ય કરો, જેટલું પણ કરી શકો છો... નસીબના નિર્ણય, નસીબ પર જ રહે છે.

અમિતાભ બચ્ચનનો બ્લોગ

શુક્રવારે ફેન્સને આભાર વ્યક્ત કર્યો હતો
શુક્રવારે દિવસે અમિતાભ બચ્ચને આઇસોલેશન વોર્ડમાં એક ટ્વીટ કરીને તેમના ફેન્સનો આભાર માન્યો હતો. બિગ બીએ દીકરા અભિષેક સાથેનો એક ફોટો શેર કરી લખ્યું, ખુશીના સમયમાં, બીમારીમાં તમે અમારા નજીકના, અમારા શુભચિંતક, અમારા પ્રશંસક, જેમણે અમને અનહદ પ્રેમ, લાગણી, કેર અને પ્રાર્થનાઓ આપી છે. અમે આ સ્થિતિમાં, હોસ્પિટલના કડડ નિયમો, પ્રતિબંધો વચ્ચે તમારા બધાનો હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

આ પહેલાં ગુરુવારે રાત્રે પણ અમિતાભે હોસ્પિટલના કડક પ્રોટોકોલ્સ અને પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્વીટર પર લખ્યું હતું, મને તમારા આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થનાઓ મળી રહી છે. SMS, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, બ્લોગ પર અને દરેક પોસિબલ સોશિયલ મીડિયા પર. મારા આભારની કોઈ લિમિટ નથી. હોસ્પિટલના નિયમો કડક છે. હું વધારે નહીં કહી શકું.

અમિતાભ અને તેમના દીકરા અભિષેક બચ્ચન 11 જુલાઈથી નાણાવટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. 16 જુલાઈના ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને પણ કોરોનાને કારણે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan Says Now He Get The Time To Understand That What He Did, Said And Believed Was Good Or Bad


from Divya Bhaskar https://ift.tt/2WufyAk
https://ift.tt/3hcBms6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...