Friday, July 17, 2020

આર બાલ્કીએ નેપોટિઝ્મનો સપોર્ટ કરીને કહ્યું- મને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરતાં સારા એક્ટર શોધી બતાવો પછી આપણે દલીલો કરીશું

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી નેપોટિઝ્મના મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ રહ્યાં છે. કેટલાંક લોકો નેપોટિઝ્મના સપોર્ટમાં છે તો કેટલાંક વિરોધમાં છે. હવે ફિલ્મમેકર આર બાલ્કીએ આ ચર્ચાને લઈ વાત કરી હતી. બાલ્કીએ કહ્યું હતું કે નેપોટિઝ્મને પ્રતિભા સાથે સાંકળી શકાય નહીં. દર્શકો ટેલેન્ટ વગરના લોકોનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. બાલ્કીએ કહ્યું હતું કે નેપોટિઝ્મનો આ તર્ક મૂર્ખપૂર્ણછે. તેમણે કહ્યું હતું, ‘મને રણબીર કપૂર તથા આલિયાભટ્ટથી વધારે સારા કલાકારો શોધીને આપો, ત્યારબાદ જચર્ચા કરીએ.

નેપોટિઝ્મ કઈ જગ્નયાએ નથી?:બાલ્કી
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં બાલ્કીએ કહ્યું હતું, ‘નેપોટિઝ્મ દરેક જગ્યા છે અને તેમાં કોઈ બેમત નથી. મહિન્દ્રા, અંબાણી, બજાજ અંગે વિચારો. તેમના પિતાના વ્યવસાયને બાળકોએ ટેકઓવર કર્યો છે. મુકેશ અંબાણીએ પોતાનોબિઝનેસ દીકરાને નહીં પણ બીજાને આપવો જોઈએ, તેવી વાત તો કોઈ કરતું નથી. સમાજના દરેક હિસ્સામાં આમ જ બને છે. ત્યાં સુધી કે ડ્રાઈવર કે શાક વેચનારના બાળકો પણ પિતાના પગલે જ ચાલતા હોય છે. આ મૂખર્તાપૂર્ણ તર્ક છે. યાદ રાખવું કે આપણે સ્વતંત્ર સમાજમાં રહીએ છીએ.’

બાલ્કીની વાતોમાં નેપોટિઝ્મને સપોર્ટ
સ્ટાર કિડ્સને મળતી તકોને લઈ આર બાલ્કીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે સ્ટાર કિડ્સને વધુ ફાયદો મળે છે? જેના જવાબમાં ફિલ્મમેકરે કહ્યું હતું કે તમે ખાલી રણબીર તથા આલિયાથી સારા કલાકારો શોધી બતાવો અને પછી ચર્ચા કરીશું. આ વિવાદ થોડાંક જ લોકો પર યોગ્ય ઠરે છે. બાલ્કી એ વાતથી નારાજ છે કે લોકો આલિયાની ટેલેન્ટને બદલે તેના પિતા નિર્માતા અને ડિરેક્ટર હોવાની વાતની ચર્ચા વધુ કરે છે.

વધુમાં બાલ્કીએ કહ્યું હતું કે અનેકવાર લોકો માત્ર આ વિષય પર મનોરંજન લેવા માટે ચર્ચા કરે છે. આ ચર્ચા માટે યોગ્ય નથી. બાલ્કી માને છે કે દરેક લોકો સમસ્યાને જાણ્યા વગર ચર્ચા કરે છે. કેટલાંક ખાસ એક્ટર્સ નેપોટિઝ્મ પર ચિંતા વ્યક્ત કરે છે, તે બિલકુલ ખોટું છે. આર બાલ્કીએ આ વાત કરીને કંગના રનૌટ, શેખર સુમન તરફ આંગળી ચિંધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Find me a better actor than Alia or Ranbir, and we’ll argue: R Balki on nepotism


from Divya Bhaskar https://ift.tt/2OvwZfr
https://ift.tt/2WuAMxR

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...