Thursday, July 9, 2020

જેકલીન ફર્નાન્ડિઝે કહ્યું, હું એન્ઝાયટી સામે લડી રહી છું અને યોગના સહારે આમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહી છું

જેકલીન ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તે છેલ્લા થોડા સમયથી એન્ઝાયટી સામે લડી રહી છે. તેમાંથી બહાર નીકળવા માટે તે યોગનો સહારો લઇ રહી છે અને તેનાથી તેને ઘણો ફાયદો મળ્યો છે. જેકલીને યોગનો વીડિયો શેર કરીને તેના કેપ્શનમાં આ વાત તેના ફેન્સ સાથે શેર કરી છે.

જેકલીને લખ્યું, હું છેલ્લા થોડા અઠવાડિયાથી મેજર એન્ઝાયટીથી પીડાઈ રહી છું. જોકે સતત યોગ કરવાથી મને ઘણો ફાયદો થયો છે અને તેને મને શીખવ્યું છે કે આ ક્ષણમાં જીવન અને જીવતા રહેવા માટે સૌથી મહત્ત્વનું છે આભાર વ્યક્ત કરવો. તમારા બધાનો દિવસ સારો રહે. નમસ્તે.

આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જેકલીને તેની લાઈફના ખરાબ સમય વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મને હંમેશાં ચીયરફુલ સમજવામાં આવે છે પણ અમુક વર્ષ પહેલાં હું પણ ઘણા ઉતાર ચડાવમાંથી પસાર થઇ ચૂકી છું. ઘણીવાર એવું થતું કે મને ખૂબ રડવું આવતું હતું. ઘણીવાર પથારીમાંથી ઊભા થવાની ઈચ્છા જ ન થતી. એક વિચિત્ર એકલાપણું લાગતું હતું. જ્યારે તમે ડિપ્રેશન સામે લડી રહ્યા હોય ત્યારે જ તમે સમજી શકો છો કે આમ કેવું ફીલ થાય છે. તમે આના માટે તૈયારી નથી કરી શકતા.

કામને કારણે ડિપ્રેશનમાંથી આઝાદી મળી
જેકલીને જણાવ્યું કે, કામ પ્રત્યેના એમ્બિશન અને પ્રેમે મને તે સમયમાંથી બહાર નીકળવામાં મદદ કરી. ઈમાનદારીથી કહું તો મેં વિચાર્યું હતું કે હું કામ માટે પેશનેટ છું અને મારે લાઈફમાં ઘણું બધું અચીવ કરવું છે. એક દિવસ મેં મારી જાતને કહ્યું, આ બધું ઘણું અનપ્રોડક્ટિવ છે અને મારે આમાંથી બહાર નીકળવાનું છે અને હું ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગઈ.

તેરે બીના સોન્ગમાં જેકલીન દેખાઈ હતી
જેકલીને લોકડાઉનમાં પણ ખુદને વ્યસ્ત રાખી હતી. તે સલમાનના મ્યુઝિક વીડિયો તેરે બીનામાં દેખાઈ હતી. તે પહેલાં તે નેટફ્લિક્સની ફિલ્મ મિસિઝ સિરિયલ કિલરમાં જોવા મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jacqueline Fernandez said that she was struggling with anxiety in the past few weeks but yoga helped her overcome it


from Divya Bhaskar https://ift.tt/2ZdLXMY
https://ift.tt/2Z9x9iu

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...