Thursday, July 9, 2020

ફરાહ ખાને મફતમાં ‘દિલ બેચારા’નું ટાઈટલ ટ્રેક કોરિયોગ્રાફ કર્યું હતું, એક જ ટેકમાં એક્ટરે પર્ફેક્ટ શોટ આપ્યો હતો

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક સુશાંતનું છેલ્લું ગીત છે. આ ગીત 10 જુલાઈ એટલે કે આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટાઈટલ સોંગની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. ગીતના સેટની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. સુશાંતે આ ગીત સિંગલ ટેકમાં શૂટ કર્યું હતું. હાલમાં જ આ ગીતનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

શું કહ્યું ફિલ્મના ડિરેક્ટરે?
ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘આ ગીત મને વધારે ગમે છે. આ ગીત સુશાંતના કરિયરનું અંતિમ ગીત છે. આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું. હું ફરાહને દીદી કહીને બોલાવું છું. માત્ર એકવાર કહેવાથી તેમણે હા પાડી દીધી હતી. કોરિયોગ્રાફી માટે એક રૂપિયો પણ લીધો નથી. ફરાહે ફિલ્મની કાસ્ટ તથા ડાન્સર્સ સાથે રિહર્સલ પણ કર્યું હતું. આ ગીત માત્ર એક ટેકમાં શૂટ કરી લેવામાં આવ્યું હતું. સુશાંત ઘણો જ સારો ડાન્સર હતો અને તેણે ઘણી જ સરળતાથી આ સોંગ શૂટ કર્યું હતું.’

ફરાહ ખાને પણ અનુભવ શૅર કર્યાં
ફરાહ ખાને પણ સુશાંત સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘સુશાંત કેટલાંક વર્ષ પહેલાં રિયાલિટી શોમાં સેલિબ્રિટીઝ જજ તરીકે આવ્યો હતો. અહીંયા અમારી પહેલી મુલાકાત થઈ હતી. શોમાં સ્પર્ધકો કરતાં સુશાંતે સારો ડાન્સ કર્યો હતો. ‘દિલ બેચારા’ માટે મુકેશે મને કોરિયોગ્રાફીનું કહ્યું તો મેં તરત જ હા પાડી દીધી હતી. મને ખ્યાલ હતો કે સુશાંત એકદમ સરળતાથી ડાન્સ કરી લેશે.’

વધુમાં ફરાહે કહ્યું હતું, ‘આ ગીત મને સૌથી વધારે ગમે છે. મેં પહેલી જ વાર સુશાંત સાથે કામ કર્યું હતું. અમે લાંબા સમયથી મિત્રો હતાં પરંતુ ક્યારેય સાથે કામ કર્યું નહોતું. મેં મુકેશને વચન આપ્યું હતું કે તે જ્યારે પણ ડિરેક્ટર બનશે ત્યારે હું તેની ફિલ્મમાં એક ગીત કોરિયોગ્રાફ કરીશ. મુકેશ સાથે મારા અલગ જ સંબંધ છે. તે મને દીદી કહીને બોલાવે છે. પાંચ વર્ષ પહેલાં મેં તેને નાના ભાઈ તરીકે દત્તક લીધો હતો. તેની ડિરેક્શન જર્નીમાં તો મારે આવવાનું જ હતું.’

24 જુલાઈએ ફિલ્મ આવશે
સુશાંત સિંહ રાજપૂત તથા સંજના સાંઘીની આ ફિલ્મ 24 જુલાઈએ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Farah Khan choreographed the title track of 'Dil Bechara' the actor gave a perfect shot in a single take


from Divya Bhaskar https://ift.tt/2ZVNtCC
https://ift.tt/2ZgMZbr

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...