Thursday, July 9, 2020

કોમેડિયન જગદીપના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક, સેલેબ્સ, રાજકારણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું બુધવારે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે. તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના કલાકાર દુઃખી છે. સેલેબ્સે તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.

શિલ્પા શેટ્ટી
જગદીપજીના નિધન વિશે સાંભળીને ઘણું દુઃખ થયું. તેમની સાથે રિશ્તેમાં સ્ક્રીન શેર કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તેમના પરિવારને સહાનુભૂતિ.

અજય દેવગણ
જગદીપ સાહેબના નિધનના ખરાબ સમાચાર સાંભળ્યા. તેમને સ્ક્રીન પર જોઈને હંમેશાં મજા આવતી. તેઓ દર્શકોને ઘણા હસાવતા હતા. જાવેદ અને તેના પરિવારને મારી સહાનુભૂતિ. જગદીપ સાહેબ માટે પ્રાર્થના.

અનુપમ ખેર
વધુ એક તારો જમીન પરથી આકાશમાં જતો રહ્યો. જગદીપ સાહેબ હિન્દી ફિલ્મ જગતના એક અદભુત કલાકાર હતા. એક પાર્ટીમાં ઘણા વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું, બરખુરદાર, હસવું સરળ છે, હસાવું ઘણું અઘરું છે. તમારી ખોટ ખૂંચશે.

જોની લીવર
મારી પહેલી ફિલ્મ અને મેં પહેલી વાર કેમેરા ફેસ કર્યો યે રિશ્તા ના તૂટે ફિલ્મમાં આ લેજન્ડ સાથે. અમે તમને યાદ કરશું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

અનિલ કપૂર
જગદીપ સાહેબ ભારતના સારા એક્ટર્સમાંના એક હતા. હું તેમનો ઘણો મોટો ફેન હતો અને સૌભાગ્યશાળી હતો કે તેમની સાથે એક બાર કહો અને બીજી ઘણી ફિલ્મ્સમાં કામ કરવા મળ્યું. તેઓ સપોર્ટિવ હતા અને હિંમત આપતા. પરિવારને દિલસોજી.

રણવીર સિંહ

View this post on Instagram

🙏🏽

A post shared by Ranveer Singh (@ranveersingh) on Jul 8, 2020 at 2:16pm PDT

રણદીપ હૂડા
આભાર જગદીપ સાહેબ એન્ટરટેનમેન્ટ માટે.

અર્શદ વારસી
કેટલા મહાન એક્ટર અને મહાન વ્યક્તિ હતા. તેમણે મારી જનરેશનને મનોરંજન પૂરું પાડ્યું હતું. આભાર જગદીપ સાહેબ. અલ્લાહ તમને જન્નત બક્ષે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સૂરમા ભોપાલીના અંદાજમાં લખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Film industry mourns comedian Jagdeep's demise, celebs, politicians pay tribute


from Divya Bhaskar https://ift.tt/2DfYxmr
https://ift.tt/2CkGB9K

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...