બોલિવૂડના જાણીતા કોમેડિયન જગદીપનું આઠ જુલાઈના રોજ નિધન થયું હતું. 81 વર્ષીય જગદીપના અવસાન બાદ તેમના જન્મદિવસનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વર્ષ 2018નો છે. આ વીડિયોમાં તે પોતાના પાત્ર સૂરમા ભોપાલી સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે.
દીકરા નાવેદ તથા જાવેદે 2018માં આ વીડિયો પોસ્ટ કર્યો હતો
નાવેદ તથા જાવેદ જાફરીએ પિતા જગદીપના જન્મદિવસ પર આ વીડિયો શૅર કર્યો હતો. વર્ષ 2018માં 29 માર્ચના રોજ આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. જગદીપે પોતાના ચાહકોનો આભાર સૂરમા ભોપાલી સ્ટાઈલમાં વ્યક્ત કર્યો હતો.
As my respected father #Jagdeep, is not on social media he sends a mesaage to thank all the loving fans who wished him on his birthday today pic.twitter.com/K4mEW3Xz30
— Jaaved Jaaferi (@jaavedjaaferi) March 29, 2018
વીડિયો શું કહે છે?
વીડિયોમાં જગદીપ કહે છે, ‘હમારા નામ હૈં સૂરમા ભોપાલી, યે સહી નહીં હૈ, અબ આપ સમજ લો...’ આટલું જ નહીં વીડિયોમાં જગદીપ પોતાના નામનો અર્થ પણ કહે છે. તેઓ કહે છે કે દરેકની દુનિયામાં પ્રકાશ ફેંકે તેવી વ્યક્તિ. વધુમાં જગદીપે કહ્યું હતું કે હસતા હસતા આવો અને હસતા હસતા જાઓ.
ઉંમરને કારણે લાંબા સમયથી પથારીવશ હતા
જગદીપ ખાસ્સા સમયથી પાથરીવથ હતાં. તેમને ઉંમર સંબંધિત ઘણી બીમારીઓ હતી. ફિલ્મી પડદે જગદીપ નામથી ઓળખાતા કોમેડિયનનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ ઝાફરી હતું. તેઓ મધ્યપ્રદેશના વતની હતા.
400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
જગદીપે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.‘આરપાર’, ‘દો બિઘા જમીન’ સહિત ઘણી ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ‘શોલે’, ‘કુરબાની’, ‘અંદાઝ અપના અપના’, ‘નગિના’ સહિત 400થી વધુ ફિલ્મમાં તેમણે અભિનય કર્યો હતો. સંવાદો બોલવાની વિશિષ્ટ સ્ટાઈલને કારણે તેઓ ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય હતા. તેમના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ ફિલ્મમાં સક્રિય છે. વર્ષ 2019માં જગદીપને IIFAમાં લાઈફટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જગદીપ વ્હીલચેર પર બેસીને સ્ટેજ પર અવોર્ડ લેવા આવ્યા હતાં. તેમને રણવીર સિંહે અવોર્ડ આપ્યો હતો. જગદીપની સાથે તેમના દીકરાઓ નાવેદ-જાવેદ તથા પૌત્ર મિઝાન હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O6Nn5A
https://ift.tt/2BK5Sup
No comments:
Post a Comment
If you have any doubts please let me know!