Thursday, July 9, 2020

કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડ્યા, આમ કરનાર બોલિવૂડનો પહેલો એક્ટર બન્યો

‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએઆ વાતની પુષ્ટિ કરે છે અને તેમણે કહ્યું હતું કે બોલિવૂડમાં આમ કરનારો તે પહેલો સેલિબ્રિટી બની ગયો છે.

કાર્તિકે iPhone સાથેની તસવીર શૅર કરી
કાર્તિકે બુધવાર (આઠ જુલાઈ)ના રોજ સોશિયલ મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કાર્તિકના હાથમાં iPhone છે. તે આ ફોનથીવાદળોની તસવીર ક્લિક કરતો હતો. મીડિયાની સાથે કાર્તિકના ચાહકોએ પણ અટકળો કરવાનું શરૂ કર્યું કે કાર્તિકે ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડની જાહેરાતમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.

અટકળો પાછળ બિઝનેસ ડીલ
સેલિબ્રિટી તરીકે જ્યારે તમે કોઈ બ્રાન્ડના એમ્બેસેડર હોવ તો બિઝનેસ ડીલ પ્રમાણે સોશિયલ મીડિયામાં અન્ય કોઈ બ્રાન્ડને પ્રમોટ કરી શકોનહીં. જો કોઈ આમ કરે છે તો તે કાયદાકીય મુશ્કેલીમાં પડીશકે છે.

ટ્રેડ નિષ્ણાતોએશું કહ્યું?
દિવ્ય ભાસ્કરે ટ્રેડ એક્સપર્ટ્સ સાથે આ અંગે વાત કરી હતી તો તેમણે પુષ્ટિ કરી હતી કે કાર્તિક હવે OPPOનો પ્રચાર કરશે નહીં. તેણે ભારત તથા ચીન વચ્ચેના સંબંધોને લઈ આમ કર્યું છે. કાર્તિક બોલિવૂડનો પહેલો સેલેબ્સ છે, જેણે ચાઈનીઝ બ્રાન્ડ સાથેના સંબંધો તોડ્યા છે. માનવામાં આવે છે કે કાર્તિકથી પ્રેરિત થઈને બોલિવૂડના અન્ય સેલેબ્સ દેશહિતમાં આવું પગલું ભરી શકે છે.

18 જૂને CAITએ ચાઈનીઝ બ્રાન્ડ છોડવાની અપીલ કરી હતી
15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ચીન તથા ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતાં. 18 જૂનના રોજ CAIT એટલે કે કોન્ફિડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડ્સે ઓપન લેટર લખીને સેલિબ્રિટીઝને ચાઈનીઝ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ છોડવાની અપીલ કરી હતી.

આ લેટરમાં બોલિવૂડ સેલેબ્સના નામ તથા બ્રાન્ડ પણ મેન્શન કરવામાં આવી હતી

સેલિબ્રિટી બ્રાન્ડ
આમિર ખાન, સારા અલી ખાન, વિરાટ કોહલી Vivo
દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, બાદશાહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર Oppo
રણવીર સિંહ Xiaomi
સલમાન ખાન, શ્રદ્ધા કપૂર તથા આયુષ્માન ખુરાના Realme


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karthik Aryan, the first celeb to break ties with a Chinese brand in Bollywood, broke ties with OPPO


from Divya Bhaskar https://ift.tt/2Zet0Kq
https://ift.tt/31Xayrc

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...