શનિવાર, 11 જુલાઈના રોજ અમિતાભ બચ્ચન તથા અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં બંને નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. અમિતાભ તથા અભિષેકે સોશિયલ મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. એક બાજી આખો દેશ બિગ બીની તબિયતને લઈ પ્રાર્થના તથા દુઆઓ કરી રહ્યો છે. તો બીજી બાજુ એક્સ એમેનેસ્ટી ઈન્ડિયા ચીફ આકાર પટેલે અમિતાભ બચ્ચનને લઈ વિવાદિત ટ્વીટ કરી હતી. આકાર પટેલે અમિતાભ બચ્ચનને મધ્યમ વર્ગીય તકવાદીના ખરાબ ગુણોના પ્રતિનિધિ કહ્યાં હતાં.
આકાર પટેલની ટ્વીટ
આકાર પટેલે એક પછી એક એમ ચાર ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં અમિતાભની તબિયત ઉપરાંત અન્ય બાબતોને લઈ વાત કરવામાં આવી હતી. આકાર પટેલે પોતાની ટ્વીટમાં અમિતાભ ઉપરાંત સચિન તેંડુલકર તથા અક્ષય કુમારને પણ આડેહાથ લીધા હતાં.
પહેલી ટ્વીટમાં આકાર પટેલે કહ્યું હતું, મને આશા છે કે તેઓ સ્વસ્થ થશે અને 100 વર્ષ જીવશે. જોકે, એ વાત પણ સાચી છે કે અમિતાભ બચ્ચન ભારતીય મધ્યમવર્ગના તકવાદીના સૌથી ખરાબ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
બીજી ટ્વીટમાં આકાર પટેલે અક્ષય તથા સચિનનું નામ લઈને કહ્યું હતું, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર તથા સચિન તેંડુલકર મધ્યમ વર્ગના તકવાદી છે. તે આપણને એ બતાવે છે કે પૈસા, ક્લાસ જેવી કોઈ વસ્તુ નથી.
સતત ત્રીજી ટ્વીટમાં આકાર પટેલે કહ્યું હતું, તેઓ ભલે ગમે તેટલા પૈસા કમાવી લે, બચ્ચન-અક્ષય તથા સચિન હંમેશાં મધ્યમ વર્ગના એવા લોકો તરીકે યાદ રાખવામાં આવશે, જે તુચ્છ, તકવાદી, કુવાના દેડકા તથા દુનિયાથી અજાણ છે. તેમને આ ક્યારેય પસંદ નહોતું. સચિનનું ઓટોગ્રાફવાળું બેટ મળ્યું હતું પરંતુ અલગ કરી દીધું.
ચોથી ટ્વીટમાં આકારે પોતાની વાતમાં મીડિયાને આડેહાથ લઈને કહ્યું હતું, આજે શૂટ નથી. કેટલાંક કાલની તપાસ કરશે. આ દેશના મીડિયાને ચાર દિવસ માટે એન્કાઉન્ટરને બદલે બચ્ચનને કોરોના થયો તેના સમાચાર શોધવાનું કહેવામાં આવ્યું છે.
વિવાદિત નિવેદનોને કારણે ટ્વિટર બંધ થઈ ચૂક્યું છે
દેશમાં મહત્ત્વપૂર્ણ ઘટના તથા વ્યક્તિઓને આડેહાથ લઈ તેમના પર અપમાનજનક નિવેદન કરવા બદલ આકાર પટેલ પર પહેલાં પણ એક કેસ કરવામાં આવ્યો હતો અને તેમનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આકાર પટેલ પર કથિત રીતે સરકાર વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. તેમણે ભારતના વિશિષ્ટ સમુદાયોને આગ્રહ કર્યો હતો કે તેઓ બ્લેક લાઈવ્સ મેટરના સપોર્ટમાં રસ્તા પર આવે.
આકાર પટેલ દેશના જાણીતા લેખક, પત્રકાર તથા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. તેમણે 31 મેના રોજ અમેરિકન મીડિયા હાઉસ કોલોરાડો ટાઈમ્સ રેકોર્ડરનો એક વીડિયો રી-ટ્વીટ કર્યો હતો. આ વીડિયોમાં અમેરિકામાં થતા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ વીડિયો પર બેંગલુરુ પોલીસે આકાર પટેલ પર લોકોને ઉશ્કેરવાનો તથા ભડકાવવાનો આક્ષેપ મૂકીને 505 (1) (b), 153 તથા 117 હેઠળ કેસ કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3028Jqr
https://ift.tt/2AUq9Nk
No comments:
Post a Comment
If you have any doubts please let me know!