Wednesday, July 22, 2020

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવશે, સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઈશકરણે સો.મીડિયામાં જાહેરાત કરી

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્ય સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને CBI તપાસની માગણી કરી છે. આ માટે તેમણે વકીલ ઈશકરણ સિંહ ભંડારીની નિમણૂક કરી છે. હવે વકીલ ઈશકરણે સુશાંતને ન્યાય અપાવવા માટે ચાહકોને શાંતપૂર્ણ દેખાવો કરીને મીણબત્તી પ્રગટાવવાની અપીલ કરી છે.

ઈશકરણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારા યુટ્યૂબ લાઈવ સેશન દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે સુશાંતને ન્યાય અપાવવા માટે શાંતિપૂર્ણ દેખાવો કરીશું અને મીણબત્તી પ્રગટાવીશું. આ માટે હેશટેગ Candle4SSRનો ઉપયોગ કરો. રાત્રે આઠ વાગે, 22 જુલાઈ. આ સાથે જ ઈશકરણે યુઝર્સને તસવીરો સો.મીડિયામાં શૅર કરીને પોતાને ટેગ કરવાની અપીલ કરી હતી.

કમિશ્નરને ઘર સીલ કરવા માટે પત્ર લખ્યો હતો
ઈશકરણે મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહને પત્ર લખીને સુશાંતના ઘર તથા ત્યાંથી મળેલા સામાનને યોગ્ય રીતે સીલ કરવાની માગણી કરી હતી. કેટલાંક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંતનું ઘર સીલ કરવામાં આવ્યું નથી.

સેલેબ્સના નામ દુબઈના ડૉન સાથે સંકળાયેલાઃ સુબ્રમણ્યમ
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં કહેવામાં આવ્યું હતું, ‘મારા વકીલ ઈશકરણ ભંડારીએ સુશાંતના અવસાન પર રિસર્ચ કર્યું છે. મુંબઈમાં મારા સૂત્રો પાસેથી મેં સાંભળ્યું હતું કે બોલિવૂડના અનેક મોટા નામો દુબઈના ડૉન સાથે જોડાયેલા છે. પોલીસ તપાસમાં તેઓ આ વાત કવર-અપ કરવા માગે છે અને આ સુશાંતે આત્મહત્યા કરી હોવાનું સાબિત કરવા ઈચ્છે છે. મહરાષ્ટ્ર સરકાર પર અનેક મોટા લોકોનું દબાણ છે.’

સોશિયલ મીડિયામાં રોજ ચાહકો સુશાંતને ન્યાય અપાવવા માટે નવા-નવા હેશટેગ ટ્રેન્ડ કરાવે છે. માત્ર ચાહકો જ નહીં રિયા ચક્રવર્તી, રૂપા ગાંગુલી, સુબ્રમણ્યમ સ્વામી તથા શેખર સુમને CBI તપાસની માગણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Subramanian Swamy’s lawyer asks fans to do a peaceful protest on July 22: sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/2OP07hy
https://ift.tt/30GV9t8

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...