Wednesday, July 22, 2020

સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ ફૅમ હિમાંશુએ કહ્યું, કોરોના પોઝિટિવ પત્નીની હાલત ગંભીર બનતાં આખી રાત રડ્યો હતો

ટીવી સિરિયલ ‘રામ સિયા કે લવ કુશ’ ફૅમ હિમાંશુ સોનીની પત્ની શીતલ સિંહનો કોરોના રિપોર્ટ થોડાં દિવસો પહેલાં પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તો શીતલની તબિયત સુધારા પર છે અને તે ઘરમાં જ છે. જોકે, હોસ્પિટલમાં એક સમય એવો પણ હતો કે શીતલની હાલત બહુ જ ગંભીર હતી. હિમાશુંએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પત્નીની તબિયતને લઈ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સિરિયલમાં હિમાંશુએ શ્રીરામનો રોલ પ્લે કર્યો હતો.

શું કહ્યું હિમાંશુએ?
હિમાંશુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફ્લાઈટ શરૂ થયા બાદ કામ અર્થે તેની પત્ની ઋષિકેશ ગઈ હતી અને અહીંયા તેને ચેપ લાગ્યો હતો. ઋષિકેશમાં AIIMSમાં શીતલને એડમિટ કરવામાં આવી હતી. જોકે, અહીંયા તેની તબિયત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ હતી.

દિલ્હીની હોસ્પિટલ લઈ ગયા
વધુમાં હિમાંશુએ કહ્યું હતું કે ઋષિકેશની AIIMSમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે પૂરતી સુવિધા નથી. અહીંયાના ડોક્ટર્સે તેને એમ કહ્યું હતું કે શીતલની તબિયત ગંભીર છે અને તેઓ હાલ કંઈ પણ કહી શકવાની સ્થિતિમાં નથી. જે દિવસે ડોક્ટર્સે આ વાત કરી તે આખી રાત રડવામાં પસાર કરી હતી. એ જ રાત્રે નક્કી કર્યું કે તેઓ શીતલને દિલ્હીની બીજી હોસ્પિટલમાં એડમિટ કરશે.

હિમાંશુએ આગળ વાત કરતાં કહ્યું હતું કે આ ઉંમરે જ્યારે તેણે ડોક્ટર્સ પાસેથી પત્નીની તબિયતની વાત સાંભળી તો તે ઘણો જ ડરી ગયો હતો. તેનામાં એ શક્તિ જ નહોતી રહી કે હવે તે આગળ શું કરે. તેને એવું લાગ્યું કે તે વિચારવાની શક્તિ જ ગુમાવી બેઠો છે.

હિમાંશુના જણાવ્યા પ્રમાણે, તે સમયે માત્ર ડોક્ટર્સ પર જ આધાર રાખવાનો હતો. જોકે, તેને લાગે છે કે હોસ્પિટલમાં માળખાગત સુવિધાનો અભાવ હતો અને તેમની પાસે કોઈનો જીવ બચાવવા માટે દવાઓ પણ નહોતી. તેઓ માત્ર હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની જ સારવાર કરી શકે તેમ હતાં અને તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ નહોતાં. તેને લાગે છે કે આવામાં કંઈ પણ બની શકે છે. તે આખી રાત રડતો રહ્યો પરંતુ અંતે તેણે મજબૂત બનવું પડ્યું, કારણ કે તેણે જ બધા નિર્ણયો લેવાના હતા. તે માને છે કે પ્રાર્થના તથા મેડિટેશનને કારણે શીતલની તબિયત ઝડપથી સુધરી હતી.

હાલમાં શીતલની તબિયત કેવી છે? તેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે હાલમાં તેઓ ઘરે છે. તબિયત સુધરી રહી છે. પાંચ દિવસ પહેલાં જ શીતલનો કોરોના રિપોર્ટ બે-વાર નેગેટિવ આવ્યો હતો. કોરોનાવાઈરસને કારણે શીતલના ફેફસાંને અસર થઈ હતી. જોકે, હવે ધીમે ધીમે શીતલની તબિયત ઠીક થઈ રહી છે.

View this post on Instagram

I am greatful to be part of the legendry Saga " RAM SIYA KE LAV KUSH" as RAM 🙏🏻 Thank you @sktorigins @g3gill @rahultewary @kaulritesh @nitin.m.gupta @sid_tewatiya @bharat_choaksey @abhi_sarkar15 @amolsurve1 for having faith in me to carry such a great responsibilty of being RAM on screen. My words cant express my feeling for you and the whole team who always supported, all time favourite director @theboy.whoknowsnothing @mykgorde @kamalmonga_ loved n took care of me on and off the camera. Our writer @vinod ji @immaheshpandey ji .. few more ..Love you all 😭🙂🙏🏻 they are the people behind the show ... who made this show this big ...🙏🏻🙏🏻 @shivyapathania it was really really nice working with you again and I hope to work with you soon .. my entire team Rakesh salil pavan abhijit few more you all are awesome 🙏🏻👍🏻 and of course my all bro’s @kananmalhotra @shalinbhanot @balinimai @akhilhkataria @navibhangu @zuber8359 @krishdrc @harshitsrk you all are in my heart 💓 thank you god for giving me such a beautiful relations .. I love you all 💓thank you @realswastik 🤗 #ram #nostalgia #gratitude #godiakind 🙏🏻🙏🏻🙏🏻 Thank you so much all my lovely fans who gave us so much love and support 💓🤗❤️🙏🏻. Thank you so much @colorstv अंत ही आरंभ हैं ..🤗🙏🏻❤️🌺👍🏻😊

A post shared by Himanshu Soni (@ihimanshusoni) on Feb 10, 2020 at 2:11am PST



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ram Siya Ke Luv Kush fame Himanshu Soni COVID-19 Positive Wife Sheetal Was Critical, 'Cried The Whole Night'


from Divya Bhaskar https://ift.tt/30D4OR4
https://ift.tt/32Ldk3g

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...