Thursday, July 23, 2020

ધ કપિલ શર્મા શોમાં લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડબોર્ડથી બનેલ ઓડિયન્સ જોવા મળશે, ટીમ મેમ્બર્સને પ્રોપર માહોલ મળે તે માટે મેકર્સે નિર્ણય લીધો

અંદાજે ચાર મહિના પછી કપિલ શર્મા અને તેની ટીમે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ લોકડાઉન દરમ્યાન પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવાને કારણે ચર્ચામાં રહેલ એક્ટર સોનુ સૂદે ટીમ સાથે શૂટિંગ કર્યું. ચેનલે આ સ્પેશિયલ એપિસોડને એક ઓગસ્ટના ટેલિકાસ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. આ એપિસોડમાં બધા દર્શકોને એક મોટો ફેરફાર જોવા મળશે કારણકે હવે લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડબોર્ડ કટઆઉટથી બનેલ દર્શકો જોવા મળશે.

ઓડિયન્સ અને ગેસ્ટ વચ્ચે સવાલ- જવાબ નહીં થાય
ટીમ મહારાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર શૂટિંગ કરી રહી છે જેને કારણે તેમને શોના અમુક ફોર્મેટમાં ફેરફાર કરવો પડ્યો. શો સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે, નિયમ અનુસાર ટીમ વધુ લોકો સાથે શૂટિંગ કરી શકતી નથી, આવામાં મેકર્સે સૌથી પહેલા લાઈવ ઓડિયન્સ વગર શૂટ કરવાનો નિર્ણય લીધો. અત્યારસુધી શોમાં એક સેગમેન્ટ હતો જેમાં શોમાં હાજર ઓડિયન્સ શોના ગેસ્ટ સાથે સવાલ જવાબ કરતા જે હવે નહીં થાય. સેટ પર અમુક આર્ટિસ્ટ તેમના ઘરેથી જ મેકઅપ કરીને આવી રહ્યા છે જેથી સેટ પર સુરક્ષિત રહી શકાય.

લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડબોર્ડ કટઆઉટ દેખાશે
સામાન્ય રીતે શોની સ્પેશિયલ ગેસ્ટ અર્ચના પૂરણ સિંહ લાઈવ ઓડિયન્સ સાથે બેસતી હતી. હવે જ્યારે લાઈવ ઓડિયન્સ નહીં હોય તો અર્ચના કઈ રીતે શૂટ કરશે? આ વિશે સૂત્રોએ જણાવ્યું કે, નકલી ઓડિયન્સ બનાવવાનો નિર્ણય લીધો છે. હવે અર્ચના પહેલાની જેમ જ તેની ખુરશી પર બેઠેલ દેખાશે પણ તેમની પાછળ લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડબોર્ડ કટઆઉટ દેખાશે. ઓડિયન્સની ગેરહાજરીને પૂરી કરવા માટે મેકર્સે કટઆઉટ યુઝ કરવાનો નિર્ણય લીધો છે. શોમાં 100થી 150 લાઈવ દર્શકો રહેતા પણ હવે તેની જગ્યાએ 50થી 60 જેટલા બોડીના કટઆઉટ દેખાશે. આવું એટલા માટે કરવામાં આવ્યું જેથી ગેસ્ટ અને ટીમ મેમ્બર્સને એવું લાગે કે સ્ટુડિયો ભરેલો છે અને ઓડિયન્સ શોની મજા લઇ રહી છે.

દુનિયાભરમાં કટઆઉટનો ઉપયોગ થઇ રહ્યો છે
દુનિયાભરની ઘણી ઇવેન્ટમાં કોરોના વાઇરસને કારણે કાર્ડબોર્ડ કટઆઉટનો વપરાશ થઇ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ વિદેશમાં અમુક લગ્નમાં ચર્ચમાં બેન્ચ પર આ કટઆઉટ રાખીને સંબંધીઓ હાજર છે એવો માહોલ બનાવવામાં આવે છે. દક્ષિણ કોરિયા બેઝબોલ લીગ દરમ્યાન બેઝબોલ એસોસિએશનના સ્ટેડિયમની ખાલી સીટ પર દર્શકોના પોસ્ટર લગાવવામાં આવ્યા. તેમાં અમુક કટઆઉટ તો એવા હતા જેના મોઢા પર માસ્ક લગાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Kapil Sharma Show' To Replace Live Audience With Cardboard made Audience, The Makers Decides To Satisfy Guest And Team Members


from Divya Bhaskar https://ift.tt/32KfDn9
https://ift.tt/2OUo3jD

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...