Thursday, July 23, 2020

ઈન્ટરનેશનલ ફ્લાઈટ ના મળતા હવે ‘બેલ બોટમ’ની ટીમ ચાર્ટર્ડ પ્લેનથી ઈંગ્લેન્ડ જાય તેવી શક્યતા

કોરોનાવાઈરસના કેસ ભારત તથા દુનિયામાં દિવસે દિવસે વધી રહ્યાં છે. જોકે, અક્ષય કુમાર, વાણી કપૂર, જેકી ભગનાની, રણજીત એમ તિવારી આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ના શૂટિંગની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મની ટીમ ભારતમાં નહીં પરંતુ ઈંગ્લેન્ડ તથા સ્કોટલેન્ડમાં શૂટિંગ કરવાની છે અને તેને લઈ તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. હાલમાં જ ફિલ્મના રાઈટર અસીમ અરોરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શૂટિંગ માટે કેવી તૈયારીઓ કરવામાં આવી છે, તેને લઈ વાત કરી હતી.

ન્યૂ નોર્મલ સાથે તમે કેવી રીતે એડજસ્ટ કર્યુ?
લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં બહુ જ મુશ્કેલી પડી હતી. મારે બે વર્ષનો દીકરો છે અને માતા પણ સાથે હતી. હવે તો મારી માતા ઓસ્ટ્રેલિયા જતી રહી છે. હું દિવસના 14થી 16 કલાક કામ કરનારો વ્યક્તિ છું. આ કામ ઉપરાંત ઘરમાં નાના બાળકનું પણ ધ્યાન રાખવું પડતું. ઘરમાં તો 14-16 કલાક કામ કરવાનો સમય મળતોનથી એટલે પાંચથી સાત કલાક કામ કરું છું અને બાકીનો સમય પત્ની તથા બાળકને આપું છું.

કોરોનાવાઈરસને કારણે હાલમાં શૂટિંગ બંધ છે તો રાઈટર્સના મનમાં અસલામતીનો ભાવ છે?
હા, આ સ્પષ્ટ છે કે અનેક રાઈટર્સે વેબ શો પર ફોકસ કરવાનું શરૂ કર્યુ છે. જે રાઈટર્સ પહેલેથી ફિલ્મ સાથે જોડાયેલા હતા તેમના મનમાં આશંકા છે કે વેબ શો એ સ્કેલ પર બનશે કે કેમ, બજેટમાં કાપ મૂકવામાં ના આવે, મંદી ના આવી જાય, આવો ડર મનમાં સતત રહ્યાં કરે છે. જોકે, હું એ વાત સમજી ચૂક્યો છું કે આ પરિસ્થિતિ રહેવાની છે અને આની વચ્ચે જ જીવવાનું છે. વેક્સીન આવશે ત્યારે સ્થિતિ બદલાશે. અત્યારે તો મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે.

‘બેલ બોટમ’ની ટીમ વેક્સીન વગર કેવી રીતે શૂટિંગ પર જઈ રહી છે?
મોટા પ્રોડ્યૂસર તથા એક્ટરના મનમાં ડર હશે તો ડિરેક્ટર, ચીફ AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર), ફર્સ્ટ AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર), સ્પોટદાદા સહિત લોકોના મનમાં ડર આવી જશે. અક્ષય કુમારે હિંમત બતાવી ત્યારે દરેકના મનમાં હિંમત આવી હતી.

અક્ષયે ખાસ કોઈ વાત કરી હતી?
હા એ જ કે આ પરિસ્થિતિ રહેવાની છે અને તૈયારી એ રીતે રાખવાની છે કે સેટ પર એક પણ વ્યક્તિ બીમાર ના પડવી જોઈએ. પ્રિકૉશન 100% રાખવાનું છે. આ બધું કરીને લૉકડાઉન પહેલાં જે રીતે ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું તે જ રીતે ફિલ્મ બનાવવાની છે. હવે બસ વધારે સાવધાની રાખવાની છે.

બચ્ચન પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો તો ‘બેલ બોટમ’ ટીમ તેની કોઈ અસર થઈ?
આ બહુ જ મોટા નામ છે અને કમનસીબે તેમની સાથે આ થયું. મારા મતે આ લોકો ફાઈટર છે. જો બીમારી તેમના સુધી પહોંચી શકતી હોય તો તે ક્યાંય પણ પહોંચી શકે છે અને અમે અલર્ટ છીએ. વધુ સાવચેતીથી સાથે અમે કામ કરીશું. ફૂલપ્રૂફ કવર બનાવવું પડશે.

ટિકિટ ક્યારની છે?
હજી તો તારીખ નક્કી કરવામાં આવી નથી. ઓગસ્ટનો જ પ્લાન છે. કેટલાંક લોકો જુલાઈના છેલ્લાં વીકમાં જશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચાલુ થઈ નથી અને તેથી જ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવવામાં આવી રહ્યાં છે. અત્યારે તો બધું પ્લાનિંગ સ્ટેજમાં છે. ઓફિશિયલ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. હાલમાં તો જેકી ભગનાનીએ પૂરતી સાવધાની રાખીને શૂટિંગ કરવાનું નક્કી કર્યું છે.

અન્ય શું તૈયારીઓ કરવામાં આવી છે?
PPE કિટ્સથી લઈને સેટ પર કોની પાસે કેટલાં પ્રમાણમાં માસ્ક, ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ વગેરે રહેશે તેની તૈયારી ચાલે છે. સેટ પર જતા પહેલાં કેટલાં દિવસ પહેલાં ટેસ્ટ કરવામાં આવશે, તે બધાની બ્લૂ પ્રિન્ટ બનાવવામાં આવી છે. રોજ થર્મલ ચેક ઉપરાંત ઓક્સીમીટર ચેકિંગ પણ થશે.

ફિલ્મની વાર્તા જાસૂસ પર આધારિત છે?
હા, આ ફિલ્મ જાસૂસ વર્લ્ડ પર આધારિત છે. રિયલ કેસમાંથી પ્રેરણા લઈને ફિલ્મ લખવામાં આવી છે. આ કેસ અંગે લોકોને બહુ ખબર નથી. તમામ થ્રિલની વચ્ચે ઈમોશનલ ટચ પણ છે. કેટલીક આતંકી ઘટનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશી ગુપ્તચર સંસ્થાઓ પણ આમાં સામેલ છે.

તો ફિલ્મ શીત યુદ્ધના સમયની છે?
આ ફિલ્મ ના તો કૉલ્ડ વૉર પર આધારિત છે અને ના તો વર્લ્ડ વૉર પર આધારિત છે. દુનિયાની ગુપ્તચર સંસ્થાઓ એકબીજા સાથે અલગ જ સંબંધો ધરાવે છે. તેમની વચ્ચેનો અહમ ક્યારેક વિશ્વને વિનાશના દ્વારે લઈને આવે છે અને આ વાત પણ ફિલ્મમાં છે.

વેબ સીરિઝ માટે ગૌરાંગ દોષી પણ ચાર્ટર્ડ પ્લેનથી જવાના છે?
‘બેલ બોટમ’ની ટીમ ઉપરાંત ગૌરાંગ દોષી પણ પોતાના વેબ શોના શૂટિંગ માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવશે. તેઓ પોતાના વેબ શો ‘સેવેન્થ સેન્સ’ તથા ‘લાઈન ઓફ ફાયર’નું શૂટિંગ કરવાના છે. ચાર્ટર્ડ પ્લેનથી તેઓ પૂરી કાસ્ટ અને ક્રૂને લઈ દુબઈ જશે. આ વાતની પુષ્ટિ ગૌરાંગ દોષીએ કરી હતી. ‘સેવેન્થ સેન્સ’માં આર માધવન, રોનિત રોય તથા ચંકી પાંડે છે જ્યારે ‘લાઈન ઓફ ફાયર’માં પ્રકાશ રાજ, તનિષ્ઠા ચેટર્જી તથા જિમી શેરગીલ છે. ગૌરાંગે કહ્યું હતું કે તેઓ UAE તથા દુબઈમાં શૂટિંગ કરશે. તેમને ત્યાંના પ્રિન્સ સુહૈલ મોહમ્મદ અલ ઝરૂનીની મદદ મળી છે. તેમના કારણે આ વાત શક્ય બની છે અને અલગ-અલગ લોકેશન પર શૂટિંગ કરવાની પરવાનગી મળી ગઈ છે. બધા જ લોકો ચાર્ટર્ડ પ્લેનથી જશે. ત્યાં હોટલમાં આઈસોલેશનમાં પણ રહેશે. લોકેશનને સતત સેનિટાઈઝ કરતાં રહેશે અને આખું યુનિટ આઈસોલેટેડ પ્લેસ પર જ રહેશે. આઉટસાઈડર્સ સાથે મળવાનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Bell Bottom' team likely to fly to England on chartered plane without international flight


from Divya Bhaskar https://ift.tt/2EbSoIB
https://ift.tt/39lfsjp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...