Tuesday, July 7, 2020

સરોજ ખાન પર રેમો ડિસુઝા બાયોપિક બનાવશે, માસ્ટરજી જીવિત હતા ત્યારે જ મંજૂરી મેળવી લીધી હતી

બોલિવૂડના ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાને 3 જુલાઈના દુનિયાને અલવિદા કહ્યું. 80ના દશકથી લઈને છેલ્લે 2019માં રિલીઝ થયેલ ફિલ્મ કલંક સુધી ઘણા સ્ટાર્સને સરોજે તેમના ઈશારે નચાવ્યા છે. તેમના મૃત્યુ બાદ એક્ટર, ડિરેક્ટર, કોરિયોગ્રાફર રેમો ડિસુઝા તેમની પ્રેરણાત્મક સ્ટોરીને લોકો સુધી પહોંચાડશે. રેમોએ સરોજ ખાન પર બાયોપિક બનાવવાનો નિર્ણય લીધો છે અને તૈયારી પણ શરૂ કરી દીધી છે.

હાલમાં જ નવ ભારત ટાઈમ્સના રિપોર્ટમાં સરોજ ખાનની દીકરી સુકૈનાએ જણાવ્યું કે રેમો તેમની માતા પર બાયોપિક બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. રેમો પહેલાં કુણાલ કોહલી પણ તેમને ફિલ્મ બનાવવા માટે મળી ચુક્યા છે. આટલું જ નહીં ડિરેક્ટર બાબા યાદવની પત્ની પણ સરોજ ખાનના જીવન પર એક બાયોપિક બનાવવાનું વિચારી રહ્યા છે.

રેમો પાસે સરોજ ખાન તેમની બાયોપિક બનાવવા ઇચ્છતા હતા
ફિલ્મ કલંકના શૂટિંગ દરમ્યાન રેમોની વાત સરોજ ખાન સાથે થઇ હતી. સરોજ ખાન ઇચ્છતા હતા કે રેમો જ તેમની બાયોપિક બનાવે કારણકે તેઓ બંને ઝીરોથી હીરો બન્યા છે. આવામાં સરોજ ખાનનું માનવું હતું કે રેમો તેમને વધુ સારી રીતે સમજી શકે છે.

રેમોનો ડ્રીમ પ્રોજેક્ટ
એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રેમોએ જણાવ્યું હતું કે, તબાહ હો ગયે સોન્ગ સમયે બંનેએ ઘણો સમય સાથે પસાર કર્યો. રેમોને હંમેશાંથી સરોજ ખાનની સ્ટોરી પ્રેરણાદાયક લાગતી હતી. જ્યારે રેમોએ તેની ઓફિસમાં સરોજ ખાનને તેમની બાયોપિક બનાવવા માટે પૂછ્યું હતું ત્યારે તેમણે ખુશ થઈને કહ્યું હતું, બિલકુલ, બોલ ક્યારે બનાવીશ, જલ્દી બનાવી દે જે. ત્યારથી આજ સુધી રેમોએ કોઈ ઓફિશિયલ જાહેરાત કરી ન હતી પણ તેને કહ્યું કે આ તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Remo D'Souza to make a biopic on Saroj Khan, choreographer gave him permission for his dream project while she was alive


from Divya Bhaskar https://ift.tt/2Z3EWOO
https://ift.tt/2Z4eMeX

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...