Tuesday, July 21, 2020

શકુંતલા દેવી: હ્યુમન કમ્પ્યુટર ફિલ્મ વિશે શકુંતલા દેવીની દીકરીએ કહ્યું, ફિલ્મમાં માતાની બહુમુખી પર્સોનાલિટી અને જીવન પ્રત્યે તેમના ઉત્સાહને દેખાડવામાં આવ્યો છે

હ્યુમન કમ્યુટર નામથી ફેમસ ભારતીય ગણિતજ્ઞ શકુંતલા દેવીની આ જ નામની બાયોપિકનું વર્લ્ડ પ્રીમિયર 31 જુલાઈના ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર થવાનું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીના રોલમાં છે. સાન્યા મલ્હોત્રા તેમની દીકરી અનુપમ બનર્જીના રોલમાં છે.

ડિરેક્ટર અનુ મેનને આ ફિલ્મની સ્ક્રિપ્ટ નયનિકા મહતાની સાથે મળીને લખી છે. આ વિશે અનુએ કહ્યું, શકુંતલા દેવી બનાવવાનો અનુભવ સુંદર અને ઉત્સાહપૂર્ણ રહ્યો જ્યાં અમે કિંવદંતીના અવિશ્વસનીય સફર અને એટલા બધા પહેલુંઓની શોધ કરી જેની અમારી પાસે કોઈ સાબિતી ન હતી. અમે તેમના વિશે જેટલું વાંચ્યું અને જોયું, તેના કરતાં પણ વધુ તેમની જિંદગીમાં હતું.

ત્રણ વર્ષ સુધી અનુપમા સાથે વાત કરી
અનુના જણાવ્યા અનુસાર, અમે તેમની દીકરી અનુપમા સાથે વાત કરવામાં લગભગ ત્રણ વર્ષ પસાર કર્યા. આ દરમ્યાન અનુપમાએ તેની માતાની કહાનીના ઘણા લેયર ખોલ્યા. અનુપમા અને તેના પતિ અભય કુમાર ઘણા ઓપન માઇન્ડેડ અને ઈમાનદાર રહ્યા. અમને એક દીકરીની નજરથી શકુંતલા દેવીને એક વિશેષ અને અતરંગી રીતે સમજવાનો ચાન્સ મળ્યો. અમને માત્ર એક અદભુત હસ્તીની સ્ટોરી મળી એટલું જ નહીં પણ એક માતા અને દીકરી વચ્ચેની સુંદર લવ સ્ટોરી પણ મળી.

શકુંતલા દેવીની દીકરી અનુપમા અને તેના પતિ અભય કુમાર સાથે વિદ્યા બાલન

માતાની સ્ટોરીને લઈને અમે રોમાંચિત છીએ
ફિલ્મ વિશે અનુપમાએ કહ્યું, મારા પતિ અને મેં અનુ મેનન અને નયનિકા મહતાની (સ્ક્રિપ્ટ રાઇટર) સાથે ઇન્સ્ટન્ટ કનેક્શન ફીલ કર્યું. અમને ખબર હતી કે મારી ઇન્ક્રેડિબલ માતાની સ્ટોરીનો સાર અને ભાવના કેપ્ચર કરવા માટે અમે આ લોકો પર વિશ્વાસ રાખી શકીએ છીએ. અમે રોમાંચિત છીએ કે વિક્રમ મલ્હોત્રા અને તેમના પ્રોડક્શને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી.

મારી માતા બહુમુખી હતા અને તેઓ દરેક વસ્તુ કરતા હતા
અનુપમાએ કહ્યું, અભય અને હું આનાથી સારા પ્રોડ્યુસરની આશા રાખી શકતા નથી. મને આ વાતની ખુશી છે કે સ્ક્રિપ્ટને આગળ વધારવામાં મને મહત્ત્વપૂર્ણ ઇનપુટ આપવાની તક મળી કારણકે ગણિત માટેના મારા માતાના પ્રેમ અને જુનુનથી દરેક જાણકાર છે, પરંતુ બીજી સાઈડ તેઓ બહુમુખી હતા અને હંમેશાં નવી વસ્તુ કરવા ઇચ્છતા હતા.

તેઓ હંમેશાં પાર્ટીમાં છવાઈ જતા
અનુપમાના જણાવ્યા અનુસાર, મારી માતા નવી જગ્યાએ ટ્રાવેલ કરવાનું પસંદ કરતા હતા અને તેઓ મન ભરીને જીવવામાં વિશ્વાસ રાખતા હતા. મારી માતાની આસપાસ ક્યારેય ઉદાસ માહોલ ન હોય, તેઓ હંમેશાં પાર્ટીમાં છવાઈ જતા. તેઓ સિનેમા, સિંગિંગ અને ડાન્સ લવર હતા. તેમને નવા નવા કપડાં પહેરવા ગમતા હતા અને દુનિયાભરમાં તેમનું મિત્રોનું મોટું ગ્રુપ હતું. ટૂંકમાં કહું તો મને ખુશી છે કે આ ફિલ્મ તેમની એનર્જી, હાસ્ય અને ઉત્સાહને કાયમ રાખવામાં સફળ રહી છે. હું ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહી છું અને મને વિશ્વાસ છે કે ઓડિયન્સને મારી માતા વિશે વધુ જાણીને મજા આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શકુંતલા દેવીની દીકરી અનુપમા બનર્જી સાથે વિદ્યા બાલન


from Divya Bhaskar https://ift.tt/3jiWazQ
https://ift.tt/32Dt4p5

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...